Sensex

વિગતવાર સમાચાર

જૈન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ ધો. ૧૦ની પરીક્ષામાં ઝળહળી

પાંચ વિદ્યાર્થિનીને એવન ગ્રેડ

                                                                                                                                                                                                      

જામનગરનાં જૈન કન્યા વિદ્યાલયે બોર્ડની પરીક્ષાઓમાં ઝળહળતું પરિણામ મેળવવાની પરંપરા જાળવી રાખી છે. આ વર્ષે ગુજરાત બોર્ડની ધો. ૧૦ ની પરીક્ષામાં વિદ્યાલયની ૫ વિદ્યાર્થિનીએ એ વન ગ્રેડ મેળવ્યો છે. તેજસ્વી વિદ્યાર્થિનીઓએ વાલીઓ તથા શિક્ષક ગણ સાથે 'નોબત' ની મુલાકાત લઇ પોતાનાં પરીશ્રમ અને સપનાઓ વિશે વાત કરી હતી.

જીનલ ગોહિલને ડોકટર બનવાની ઇચ્છા

જીનલ ગોહિલ એ ધો. ૧૦ માં ૯૬% ગુણ અને ૯૯.૬૪ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી વિદ્યાલયમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. તેણીનાં પિતા કમલેશભાઈ શ્રમિક છે જ્યારે માતા રશ્મિનાબેન ગૃહિણી છે. સ્કેચ અને ડ્રોઇંગનો શોખ ધરાવતી જીનલ વિદ્યાલય દ્વારા આપવામાં આવેલ મટીરીયલને પ્રાધાન્ય આપી સફળ થયાનું જણાવે છે. જીનલ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી ડોક્ટર બનવાનું લક્ષ્ય ધરાવે છે.

વંશિકા ડોબરીયાને સી.એ. બનવું છે

વંશિકા ડોબરીયાએ ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૬% ગુણ સાથે ૯૯.૧૪ પી.આર.સાથે એવન ગ્રેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેણીનાં પિતા સંજયભાઇ બિઝનેસમેન છે તથા માતા ઇલાબેન ગૃહિણી છે. ડ્રોઇંગનો શોખ ધરાવતી વંશિકાને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની મહેચ્છા છે.

અંજલી ચૌહાણને બનવું છે આઈપીએસ ઓફિસર

અંજલી ચૌહાણે ધો. ૧૦ માં ૯૪.૩૩% ગુણ સાથે ૯૮.૯૮ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી આઇ.પી.એસ. ઓફિસર બનવાનાં પોતાનાં સપનાને સાકાર કરવાની દિશામાં મક્કમ આગેકૂચ કરી છે. તેણીનાં પિતા અશોકભાઇ કોન્ટ્રાક્ટર છે તથા માતા નયનાબેન ગૃહિણી છે. સ્પોર્ટસ અને કૂકીંગનો શોખ ધરાવતી અંજલી નિયમિત મહેનત કરવાથી સફળતા મળી હોવાનું જણાવે છે.

દૃષ્ટી જોગેલને ડોક્ટર બનવાની તમન્ના

દૃષ્ટી જોગલે ધો. ૧૦ માં ૯૨.૮૪% ગુણ સાથે ૯૮.૧૦ પી. આર. અને એવન ગ્રેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેણીનાં પિતા મનિષભાઇ શ્રમિક છે જ્યારે માતા હેતલબેન આંગણવાડી હેલ્પર છે. દૃષ્ટીએ  પોતાની સફળતાથી માતા પિતાનાં સંઘર્ષને સાર્થક કર્યો છે એમ કહી શકાય. ડ્રોઇંગ શોખ ધરાવતી દૃષ્ટી ડોક્ટર બનવાની મહેચ્છા ધરાવે છે.

નિરાલી વાળાનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવનો નિર્ધાર

વિદ્યાલયની વિદ્યાર્થિની નિરાલી વાળાએ ધો. ૧૦ માં ૯૨% ગુણ સાથે ૯૭.૫૨ પી.આર. મેળવી એવન ગ્રેડ પ્રાપ્ત કરી વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે. તેણીનાં પિતા વિજયભાઇ શ્રમિક છે તથા માતા રેખાબેન ગૃહિણી છે. પાઠ્યપુસ્તકને પ્રાધાન્ય આપી સફળ થયાનું જણાવી નિરાલી વાણિજ્ય પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની ઇચ્છા અભિવ્યક્ત કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial