તેજસ્વી તારલાઓના સપનાઃ પ્રતિભાવો
જામનગર તા. ૨૮: જામનગરની એસ.બી.શર્મા પબ્લિક સ્કૂલ છેલ્લા અઢી દાયકાથી શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠા ધરાવે છે. વ્યવસ્થાપકો શિવસાગર શર્મા, પ્રતિક શર્મા, સોનમ શર્મા તથા આચાર્ય ઉપાસના અવસ્થી સહિતનાં મેન્ટોર અને ગુરૂજનોનાં માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ આ વર્ષે પણ ગુજરાત બોર્ડની ધો. ૧૨ ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો મેળવી સ્કૂલની પરંપરાને જાળવી રાખી છે.સ્કૂલનાં તેજસ્વી વિદ્યાર્થીઓએ શિક્ષકો - વાલીઓ સાથે 'નોબત' ની મુલાકાત લઇ પોતાનાં અનુભવ તથા સપનાઓ જણાવ્યા હતાં.
ધવલ પારધી એન્જીનિયર બનવા પ્રતિબદ્ધ
ધવલ પારધીએ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૮૦% ગુણ સાથે ૮૧.૦૫ પી.આર. પ્રાપ્ત કર્યા છે. તેનાં પિતા મુકેશભાઇ શ્રમિક છે જ્યારે માતા પાર્વતીબેન ગૃહિણી છે. કોમ્યુટરમાં કોડીંગ શીખવાનો શોખ ધરાવતા ધવલનું લક્ષ્ય એન્જીનિયર બનવાનું છે.
રાજદિપસિંહ જાડેજાને બનવું છે બી.સી.એ. પ્રોગ્રામર
સ્કૂલનાં વિદ્યાર્થી રાજદિપસિંહ જાડેજાએ સામાન્ય પ્રવાહમાં ધો. ૧૨ માં ૭૦. ૫૩ % ગુણ તથા ૬૩.૭૮ પી.આર. મેળવ્યા છે. તેનાં પિતા ગુમાનસિંહ ખેડૂત છે જ્યારે માતા રેખાબા ગૃહિણી છે. ચિત્રકામનો શોખ ધરાવતા રાજદિપસિંહને બી.સી.એ. પ્રોગ્રામર બનવું છે.
કરનીકા સોનીએ નિયમિત ૪ કલાકનાં પરિશ્રમથી મેળવી સફળતા
કરનીકા સોનીએ સામાન્ય પ્રવાહમાં ધો.૧૨ માં ૭૨.૧૪% ગુણ સાથે ૭૨.૩૮ પી.આર. મેળવી સોની પરિવારનું ગૌરવ વધાર્યુ છે.તેણીનાં પિતા શિવશંકરભાઇ બિઝનેસમેન છે જ્યારે માતા સુનિતાબેન હાઉસવાઇફ છે. બેડમિન્ટન રમવાનો તથા ટ્રાવેલિંગનો શોખ ધરાવતી કરનીકા સી.પી.એ. બનવા ઇચ્છે છે.
સાક્ષી સી.એસ. બનવા પ્રતિબદ્ધ
સ્કૂલની વિદ્યાર્થિની સાક્ષી ઝા એ સામાન્ય પ્રવાહમાં ધો. ૧૨ માં ૭૭.૮૭% ગુણ સાથે ૮૧.૫૮ પી.આર. મેળવ્યા છે. તેણીનાં પિતા સંજયભાઇ જોબ કરે છે તથા માતા કુમકુમબેન ગૃહિણી છે. ડાન્સ અને સિંગીંગનો શોખ ધરાવતી સાક્ષી સી.એસ. બનવાનું લક્ષ્ય ધરાવે છે.
ધરમ જોઇસરને
બનવું છે બિઝનેસમેન
ધરમ જોઇસરે સામાન્ય પ્રવાહમાં ધો. ૧૨ માં ૮૦.૨૩ % ગુણ તથા ૮૮.૨૩ પી.આર. મેળવી ઉજ્જવળ ભવિષ્ય તરફ કદમ વધાર્યા છે. તેનાં પિતા મિલનભાઇ વ્યાપારી છે. તેનાં માતા ઉર્વશીબેન ગૃહિણી છે. તેનાં બહેન નિરાલીબેન એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરે છે. ક્રિકેટ રમવાનો શોખ ધરાવતો ધરમ મોટો બિઝનેસમેન બનવા માંગે છે.
રોનક ખોડીયાને સી.એસ. બનવાની તમન્ના
સ્કૂલનાં વિદ્યાર્થી રોનક ખોડીયાને સામાન્ય પ્રવાહમાં ધો. ૧૨ માં ૭૮% ગુણ સાથે ૮૬ પી.આર. મેળવી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યુ છે. તેનાં પિતા અમિતભાઈ જોબ કરે છે તથા માતા રસિલાબેન ગૃહિણી છે. રોનક સી.એસ. બનવા માટે પ્રતિબદ્ધ છે.
આર્યન બિઝનેસમેન
બનવા માટે તત્પર
આર્યન મઘોડીયાએ સામાન્ય પ્રવાહમાં ધો. ૧૨ માં ૭૬.૫૭% ગુણ સાથે ૮૧.૮૭ પી.આર. મેળવી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. તેનાં પિતા વસંતભાઈ બ્રાસપાર્ટનાં વ્યવસાય સાથે જોડાયેલ છે જ્યારે માતા મંજુલાબેન ગૃહિણી છે. ક્રિકેટ રમવાનો શોખ ધરાવતો આર્યન બિઝનેસમેન બનવા પ્રતિબદ્ધ છે.
જીયાએ નિયમિત મહેનતથી મેળવ્યું ઉંચું પરિણામ
સ્કૂલની વિદ્યાર્થિની જીયા થાપાએ સામાન્ય પ્રવાહમાં ધો. ૧૨ માં ૮૪.૬૬% ગુણ સાથે ૯૨.૯૮ પી.આર. મેળવી ધાર્યુ પરિણામ પ્રાપ્ત કર્યુ છે. તેણીનાં પિતા રવિભાઇ જોબ કરે છે તથા માતા યનસરાબેન ગૃહિણી છે. નિયમિત ૩ કલાકનાં અભ્યાસથી ઊંચુ ૫રિણામ મેળવનાર જીયા એ.સી.સી.એ.બનવા માટે પ્રતિબદ્ધ છે.
પલકસિંઘને નાયબ મામલતદાર બનવાની ઇચ્છા
ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં પલકસિંઘે ૭૯.૫૩ % ગુણ તથા ૮૭ પી.આર. મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેણીના પિતા રંજનભાઇ મિકેનિકલ એન્જીનિયર છે તથા માતા પિન્કીબેન હાઉસવાઇફ છે. નિયમિત વાચન વડે ધાર્યુ પરિણામ મેળવનાર પલકસિંઘ નાયબ મામલતદાર (એસડીએમ) બનવાનું લક્ષ્ય ધરાવે છે.
હેત્વીને પ્રાયવેટ સેક્ટરમાં કારકિર્દી ઘડવાની ઇચ્છા
ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં હેત્વી જોશીએ ૭૨.૪૦% ગુણ સાથે ૬૯.૦૩ પી.આર. મેળવ્યા છે. તેણીનાં પિતા ગિરીશભાઈ વેપારી છે તથા માતા રંજનબેન પણ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ગ્રાફિક ડિઝાઇનીંગનો શોખ ધરાવતી હેત્વી પ્રાયવેટ સેક્ટરમાં ઝળહળતી કારકિર્દી ઘડવા ઇચ્છે છે.
ઇશિતાબા જાડેજા શિક્ષક બનવા પ્રતિબદ્ધ
સ્કૂલની વિદ્યાર્થિની ઇશિતાબા જાડેજાએ સામાન્ય પ્રવાહમાં ધો. ૧૨ માં ૭૧.૭૩% ગુણ તથા ૬૬.૯૫ પી.આર. પ્રાપ્ત કર્યા છે. તેણીનાં પિતા સુખદેવસિંહ બિઝનેસ કરે છે જ્યારે માતા નૈનાબા હાઉસ વાઇફ છે. રાત્રિ દરમ્યાન નિયમિત વાચનથી ધારી સફળતા મેળવનાર ઇશિતાબા શિક્ષક બનવા માટે પ્રતિબદ્ધ છે.
દેવલ સંધિયાનું આઇએએસ ઓફિસર બનવાનું સપનુ
ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં દેવલ સંધિયાએ ૮૨% ગુણ સાથે ૯૦.૫૬ પી.આર. મેળવી ઉજ્જવળ ભવિષ્ય તરફ આગેકૂચ કરી છે. દેવલનાં પિતા ધારશીભાઇ બિઝનેસમેન છે જ્યારે માતા રૂપાબેન હાઉસવાઇફ છે. ફરવાનો શોખ ધરાવતા દેવલનું આઇએએસ ઓફિસર બનવાનું સપનું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial