Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ભારતની ઈકોનોમિકં હરણફાળનું ગૌરવ... સિક્કાની બીજી બાજૂ...

                                                                                                                                                                                                      

ગઈકાલે ભારતીય શેરબજારમાં પ્રારંભિક પીછેહઠ પછી પણ ડોલર સામે રૂપિયો મજબૂત જણાયો અને સોનાના ભાવોમાં તેજીના કારણે સ્થાનિક અને વૈશ્વિક આશાવાદ જાગ્યો હતો અને વૈશ્વિક અનિશ્ચતતાઓ વચ્ચે પણ ભારતીય રિઝર્વબેંક દ્વારા રેપોરેટમાં ઘટાડો થવાના સંકેતોના કારણે હકારાત્મક સંભાવનાઓની અપેક્ષાઓ જાગી હતી. બીજી તરફ ટ્રમ્પ ટેરિફ તથા ચીન દ્વારા કેટલીક વસ્તુઓની નિકાસબંધીના કારણે વૈશ્વિક માર્કેટની અનિશ્ચતતાઓની અસરો પણ સ્થાનિક માર્કેટો તથા આર્થિક પ્રવાહો પર પડી રહી છે. આ ઉતાર-ચઢાવની પરિસ્થિતિ વચ્ચે ભારતીય ઈકોનોમિની પ્રગતિ અને સિક્કાની બીજી બાજુની ચર્ચાના સંદર્ભે એક આંતરરાષ્ટ્રીયકક્ષાનો રિપોર્ટ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

એક તરફ કેન્દ્ર સરકારે ખાદ્યતેલો પરની આયાત ડ્યુટીમાં ૧૦%નો ઘટાડો કરવાનો નિર્ણય જાહેર કર્યા પછી દસ-પંદર દિવસમાં ખાદ્યતેલોના રિટેલ ભાવોમાં પાંચ-સાત ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે, જ્યારે યુક્રેને રિશયા પર કરેલા તાજા ભયાનક ડ્રોન હૂમલા પછી વકરેલી સ્થિતિમાં ક્રુડના ભાવો ઉંચકાશે, તેવી સંભાવનાની અસરો ઈંધણના ભાવો પર પડશે, જેની વ્યાપક અસરો અન્ય ચીજવસ્તુઓની કિંમતો પર પણ થશે, તેવી આશંકાઓ ઊભી થઈ રહી છે.

ભારત વિશ્વની ચોથી ઈકોનોમી બની હોવાનું ગૌરવ લેવાયા પછી જાપાન સાથે લગભગ સમકક્ષ અર્થવ્યવસ્થાની ચર્ચા વૈશ્વિક કક્ષાએ થઈ રહી છે, ત્યારે ભારતની ઈકોનોમિક પ્રોસેસ તથા ઝળહળતી સફળતાના દાવાઓના સિક્કાની બીજી બાજુ પણ એક વૈશ્વિક રિપોર્ટને ટાંકીને વર્ણવાઈ રહી છે.

જો કે, એ રિપોર્ટ ક્લાઈમેટ ચેઈન્જ, ગ્લોબલ વોર્મિંગ તથા તેની વિશ્વના જનજીવન પર થતી અસરોને સાંકળતા સર્વેક્ષણોના તારણો પર આધારિત છે, પરંતુ તે રિપોર્ટ ભારતીય અર્થવ્યવસ્થાની ઝડપી પ્રગતિની સિક્કાની બીજી બાજુ પણ ઉજાગર કરે છે.

મીડિયા અહેવાલો મુજબ ડિસેમ્બર ૨૦૨૪ થી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી યેલ-સીવોટર દ્વારા ક્લાઈમેટ ચેઈન્જ એટલે કે આબોહવા પરિવર્તનની અસરો હેઠળ ઊભી થતી દુષ્કાળ, અછત-અર્ધઅછત જેવી પરિસ્થિતિના કારણે ખોરાકની સ્કેરસિટી તથા ભૂખમરામાં થતો વધારો માપવા અન તેની ગંભીરતા દર્શાવવા આ સર્વે કરાવ્યો અને તેનો રિપોર્ટ જાહેર કર્યો હોવાના અભિપ્રાયો વચ્ચે આ રિપોર્ટ આજે ભારતના સંદર્ભમાં ચર્ચા, સંશોધન અને વિશ્લેષણનો વિષય બની ગયો છે.

આ રિપોર્ટ મુજબ વર્ષ-૨૦૨૪નું વર્ષ ભારત માટે ગરમ રહ્યું હતું અને તાપમાન સામાન્ય કરતા ૦.૬૫% વધુ રહ્યું હતું, જેનો સામનો ૭૧% ભારતીયોએ કર્યો હતો. આ રિપોર્ટમાં એવો ચોંકાવનારો ખુલાસો પણ થયો છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે ખોરાકની અછત અને દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો ભારતીયોને પણ કરવો પડ્યો હતો અને ૩૮% જેટલા ભારતીયો ભૂખમરાનો ભોગ બન્યા હતા.

આ રિપોર્ટને ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેઈન્જની માઠી અસરો માત્ર ખોરાક પર જ નહીં, સાર્વત્રિક રહી હતી. ગ્લોબલ વોર્મિંગના કારણે ભારતની પોણા ભાગની વસતિ એટલે કે લગભગ ૧૦૦ કરોડ લોકો શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પોષક આહારની અછતથી પીડાઈ રહ્યા છે. જે પૈકી ૮૦ કરોડ લોકોને સરકાર દ્વારા નિયમિત રાશન અપાઈ રહ્યું છે. ખેતીવાડીમાં જંતુપ્રકોપ તથા ખેતીપાકોમાં રોગોનો સીધો પ્રભાવ ૬૦% વસતિ પર પડ્યો હતો, જેની માઠી અસરો વધુ વ્યાપક બની હતી. તાપમાન વધતા ગરમીના પ્રકોપનો ભોગ ૭૧% ભારતીયો થયા હતા. વીજળીના ધાંધીયાથી ૫૯% લોકો પરેશાન થયા હતા. પ્રદૂષિત પાણીન પરેશાની ૫૩% ભારતીયોએ ભોગવી હતી. વાયુ પ્રદૂષણનો ભોગ ૫૨% ભારતીયો બન્યા હતા.

બીજી તરફ વર્લ્ડ બેંકને ટાંકીને થઈ રહેલી ચર્ચા મુજબ ભારતે  વર્ષ ૨૦૨૩ સુધીમાં અત્યંત ગરીબીમાં ૩.૪% નો ઘટાડો કર્યો હતો, જ્યારે આ તાજા ચર્ચાસ્પદ સર્વેક્ષણ મુજબ ભારતમાં ભૂખમરાની સ્થિતિ સર્જાવા ઉપરાંત ખેતીવાડીમાં જંતુઓના આક્રમણ તથા કૃષિ પાકના રોગોથી બીમારીઓનું પ્રમાણ પણ વધ્યું હતું. જે લોકો ગરીબીની રેખાથી થોડા ઉપર આવ્યા છે, તેઓને પણ હજુ પૂરતું (પેટભર) ભોજન નહીં મળતું હોવાથી ૮૦ કરોડ લોકોને નિઃશુલ્ક રાશન આપવું પડી રહ્યું છે, જે સ્થિતિની વિષમતા અને ગંભીરતા દર્શાવે છે.

જો કે, ભારતમાં ક્લાઈમેટ ચેઈન્જનો અલગ સરકારી વિભાગ હોવા છતાં હજુ ૩૦%થી વધુ ભારતીયો આ અંગે કાંઈપણ જાણતા નથી., પરંતુ કાર્બન ઉત્સર્જનમાં ભારત સરકારની પોલિસીને અડધાથી વધુ ભારતીયો સમર્થન આપે છે.

પર્યાવરણ ક્ષેત્રે દેશમાં જાગૃતિ વધી રહી છે અને ૯૩% લોકો પર્યાવરણ બચાવવા માટે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ અને પર્યાવરણને અનુકૂળ પ્રતિમાઓનું નિર્માણ અને વિસર્જન, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જેવા પગલાંઓને સમર્થન આપે છે, તે ઉપરાંત ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ વધારવા, પાણીનો બગાડ અટકાવવા, ઊર્જાબચત તથા બિનપરંપરાગત ઊર્જાનો ઉપયોગ વધારવા જેવા તમામ કદમને મોટા ભાગના ભારતીયો સમર્થન આપે છે. વર્ષ ૨૦૧૫ના પેરિસ એન્જીમેન્ટને પણ ૭૦%થી વધુ ભારતીયોનું સમર્થન છે.

જરૂર છે આ પ્રકારના સર્વેક્ષણો દરમ્યાન આપેલા સમર્થનને વળગી રહીને આપણા પરિવાર, સમાજ તથા રહેણાંક-વ્યવસાય કે અન્ય પ્રવૃત્તિઓના સ્થળે તેનો ચૂસ્ત અમલ કરવાનો !

ભારત ભલે હજુ ત્રીજી અર્થવ્યવસ્થા બની જાય, અને આપણે તેનું ગૌરવ પણ લઈએ, પરંતુ ગરીબી અને ભૂખમરાનું અસ્તિત્વ રહે, ત્યાં સુધી એ સિદ્ધિ અધુરી જ ગણાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial