Sensex

વિગતવાર સમાચાર

ખંભાળીયાઃ વડત્રામાં વિશ્વનાથ વેદ પાઠશાળામાં યોજાયો ગુરૂપૂર્ણિમા ઉત્ત્સવ

૨૫ ફૂટ ઊંચી વિશ્વનાથ મહાદેવની પ્રતિમાનું અનાવરણઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૭: જાણીતા કથાકાર મગનલાલ રાજ્યગુરૂ (બાપજી) દ્વારા તેમના ભક્તો સાથે વડત્રા પાસેના વિશ્વનાથ વેદ પાઠશાળામાં ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરી હતી તથા ૨૫ ફૂટ ઊંચી ભવ્ય વિશ્વનાથ મહાદેવની મૂર્તિનું પણ અનાવરણ થયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા.

વડત્રામાં મોટી સંખ્યામાં ઋષિકુમારો સાથે શાસ્ત્રોક્ત રીતે ધ્વજાપૂજન તથા ગુરૂપૂજન યોજાયું હતું. કથાકાર મગનલાલ રાજ્યગુરૂ હસ્તે પ્રાસંગિક ઉદ્બોધન કરાયું હતું. સાંજે વિશ્વનાથ મહાદેવની ૨૫ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ થયું હતું. માતૃમંદિર તથા વિશ્વનાથ મહાદેવની મહાઆરતી યોજાઈ હતી. રાત્રે ગોપાલ સાધુ ગ્રુપ તથા લોકસાહિત્યકાર મેરામણ ગઢવીનો સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે વિવિધ રાજ્યોમાંથી ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના સ્થાનિક આગેવાનો અને અનુયાયીઓ જોડાયા હતા. કથાકાર મગનલાલ રાજ્યગુરૂ, નરેશભાઈ રાજ્યગુરૂનું ગુરૂવંદના સાથે સન્માન કરાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial