Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

શાક બળી જતાં પતિએ ગર્ભવતી પત્નીને ફટકારીઃ કસુવાવડ થઈ જતાં કરાઈ ફરિયાદ

પતિએ ઢીકાપાટુ વરસાવી સાવરણી પેટમાં ફટકારીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના ગુલાબનગર નજીકના પ્રભાતનગરમાં વસવાટ કરતા એક ગર્ભવતી મહિલાથી સોમવારે શાક બળી જતાં ઉશ્કેરાયેલા પતિએ શાકનું તપેલું તેણીના માથામાં ફટકાર્યા પછી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત સાવરણીથી પેટમાં ફટકા મારતા આ મહિલાના પેટમાં ફરકી રહેલા પાંચ મહિનાના ગર્ભનું મૃત્યુ નિપજ્યું છે. કસુવાવડ થઈ જતાં આ મહિલાને હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે તેણીની ફરિયાદ પરથી પતિ સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ગુલાબનગર નજીકના પ્રભાતનગરમાં વસવાટ કરતા મનિષાબેન લક્ષ્મણભાઈ સોલંકી નામના એકત્રીસ વર્ષના દેવીપૂજક મહિલાએ પોતાના પતિ લક્ષ્મણભાઈ સોમાભાઈ સોલંકી સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ૯૨, ૧૧૫ (ર) હેઠળ ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ વી.આર. ગામેતીએ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ આ મહિલાના પેટમાં પાંચેક મહિનાનો ગર્ભ હતો. આ ગર્ભવતી મહિલા સોમવારે બપોરે પોતાના ઘરે રસોઈ બનાવતા હતા ત્યારે ભૂલથી શાક બળી જતાં ઉશ્કેરાયેલા પતિ લક્ષ્મણે બોલાચાલી કર્યા પછી શાકનું તપેલુ ઉપાડી માથામાં ફટકાર્યું હતું. તે પછી ઢીકાપાટુથી મનિષાબેનને ધોકાવી નાખી આટલેથી ન અટકેલા લક્ષ્મણે નજીકમાં પડેલી સાવરણી ઉઠાવી મનિષાબેનના પેટમાં તેના બેથી ત્રણ ફટકા મારી દીધા હતા.

પેટમાં વાગવાથી અસહ્ય દર્દ ઉપડતા મનિષાબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ મહિલાને કસુવાવડ થઈ ગઈ છે. તેણીને મૃત બાળકી અવતરી છે. આ બનાવની ગઈકાલે સાંજે મનિષાબેને પોલીસમાં ફરિયાદ કરી છે. ગર્ભમાં ફરકી રહેલા આ બાળકનું અકાળે મૃત્યુ નિપજાવવા અંગે પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ માટે તજવીજ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial