રાહત-બચાવ શરૃઃ માલિક સામે ફરિયાદ નોંધાઈ
અલ-કૂટ તા. ૧૭: ઈરાકના અલ-કૂટ નામના શહેરમાં શોપિંગ મોલ સળગી ઉઠતા ૬૦ લોકોના કરૂણ મૃત્યુ થયા છે, જયારે અનેક ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
ઈરાકના અલ-કુટ શહેરમાં આવેલા હાયપર માર્કેટમાં આજે ગુરૂવારના રોજ ભયાનક આગ ફાટી નીકળતાં અંદાજે ૬૦ લોકોના મોત થયા છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હાયપર માર્કેટ સવારે ખૂલ્યાની થોડી ક્ષણોમાં જ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયુ હતું. તેના વાઈરલ વીડિયોમાં બિલ્ડિંગનો મોટો હિસ્સો આગની ઝપેટમાં આવી ગયો હોવાનું નજરે ચડ્યું છે. ચારેકોર હવામાં ધુમાડાના ગોટેગાટા જોવા મળ્યા હતાં. ઘણાં ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાના અહેવાલો છે.
રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. મોતનો આંકડો વધવાની ભીતિ છે. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.
પ્રાંતના ગવર્નર મોહમ્મદ-અલ-મિયાહીએ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરીના આદેશ આપ્યા છે. આ દુર્ઘટનાનું કારણ શોધવા તપાસ શરૂ કરાઈ છે. આગામી ૪૮ કલાકમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. તેમજ બિલ્ડિંગ અને મોલના માલિક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. તેમણે પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial