
આપણે સૌ જાણીએ છીએ કે, ભગવાન શિવજીના મસ્તક પર ચંદ્ર બિરાજે છે. જાણે ભગવાન શિવજીના મુકુટ સ્વરૂપ તે બિરાજતા હોય તેવું દૃશ્ય ખડું થાય છે. આ અંગે એક કથા છે.
દેવો અને દાનવો દ્વારા અમૃત પ્રાપ્તિ માટે સમુદ્ર મંથન કરવામાં આવ્યુ. ત્યારે તેમાંથી વિવિધ વસ્તુઓ નીકળવા લાગી. દેવો અને દાનવો વચ્ચે તે વસ્તુઓની વારાફરતી વહેચણી થવા લાગી.
જ્યારે હળાહળ ઝેર નીકળ્યું ત્યારે સૌ ગભરાઈ ગયા. હવે આ ઝેર કોઈ ગ્રહણ ન કરે તો તે ત્રિલોકમાં ફેલાઈ જાય. જેને કારણે સમગ્ર સૃષ્ટિના અસ્તિત્વ પર જોખમ ઊભું થાય. આવા સંજોગોમાં ભગવાન શિવજી આ હળાહળ વિષ ગ્રહણ કરવા તૈયાર થયા. તેમણે વિષપાન કર્યું. તે તેમણે ગળામાં ધારણ કરી લીધું. પરંતુ તેનો પ્રભાવ તેમના આખાય શરીર પર વર્તાવા લાગ્યો. તેમના શરીરમાં અસહ્ય ગરમી ફેલાઈ ગઈ.
આ દૃશ્ય શિતળતા સભર ચંદ્ર દેવે જોયું. તેમણે ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે, ' હે દેવો ના દેવ મહાદેવ, કરૂણા નિધાન તમે મને તમારા મસ્તકમાં બેસવા માટે રજા આપો. જેથી મારી શિતળતાને કારણે તમારા શરીર પર વિષના કારણે ફેલાયેલ ગરમીમાં તમને શાંતિ અનુભવાશે.
પ્રથમ તો ભગવાન શિવજીએ ચંદ્ર દેવને આ માટે રજા ન આપી. તેમણે કહ્યું , 'હે ચંદ્ર, તારો શ્વેત રંગ અને તારી શિતળતા ઝેરના કારણે ઉત્પન્ન થયેલી ગરમીને સહન ન કરી શકે. માટે તું આ સાહસ કરવાનું રહેવા દે.
પરંતુ પછી ચંદ્રદેવે શિવજીને સ્તૃતિ કરી વિનંતી કરી. તેમની સાથે દેવો પણ જોડાયા. તેમની સ્તૃતિથી પ્રસન્ન થઈ શિવજી એ ચંદ્રદેવની વિનંતીનો સ્વીકાર કરી તેમને પોતાના મસ્તક પર ધારણ કર્યા.
ભગવાન શિવજીને શાંતિ પ્રાપ્ત અને ચંદ્રદેવને શિવજીના મસ્તક પર સ્થાન પ્રાપ્ત થયું. તેથી ચંદ્રદેવના વાર સોમવારને ચંદ્રદેવ સાથે જોડી આ દિવસે ભગવાન શિવજીની પૂજા કરવાનો વિશેષ મહિમા છે. પૂનમના ચંદ્રદેવના દર્શન કરવાથી તેમાં નિલીમા જોવા મળે છે. જેનો મહિમા આ કથા સાથે જોડાયેલ છે.
એક માન્યતા પ્રમાણે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરનારને કોઈ કારણ સર ચંદ્ર દેવના દર્શન ન થાય તો તેઓ શિવજીના મસ્તક પર ચંદ્ર દેવના દર્શન કરી વ્રત પરિપૂર્ણ કરે છે.
- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial