અમદાવાદ તા. ૯: જ્યાં ઘણી બહેનો રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈ પાસેથી રક્ષાનો વચન લે છે, ત્યાં અમદાવાદની એક બહેનેએ પરંપરા ઉલટાવી નાખી ભાઈને રક્ષા નહીં, જીવતદાન આપી દીધું !
૪૬ વર્ષની બાબિતા અગ્રવાલ માટે રક્ષાબંધન કોઈ સામાન્ય તહેવાર નહોતો... એ તહેવાર, જ્યારે ભાઈ-બહેનના સ્નેહ સ્પર્શાય છે, તે પહેલા તેમણે પોતાના ૫૩ વર્ષના ભાઈ પવનકુમાર બેંકાને પોતાનું કિડની દાન કરીને જીવતેજ ભેટ આપી. પવનકુમાર, જે રાજકોટ જિલ્લાના જેતપુરના રહેવાસી છે, લાંબા સમયથી કિડની ફેલ્યર બાદ ડાયાલિસિસ પર જીવતાં હતા.
પરિવારના સભ્યો ડોનર તરીકે મેચ નહોતા થતા, ઘરેણાંથી ભરી આંખો સાથે ભવિષ્ય અસ્પષ્ટ લાગતું હતું. પણ ત્યારે, બહેન બન્યા હતા ભગવાનનો દૂત.
મારે પેલા દિઠેલો ભાઈ પાછો જોઈતો હતો, બાબિતા કહે છે. એના માટે મારું એક અંગ જોઈએ, તો એ આપવું મારું ધર્મ છે.
જ્યારે ડોનર તરીકે ટેસ્ટીંગ થયું, ત્યારે બાબિતા પરફેકટ મેચ તરીકે સામે આવી. એક ક્ષણ માટે પણ વિચાર્યા વિના, તેમણે કિડની દાન કરવાની તૈયારી બતાવી.
આ સંપૂર્ણ સર્જરી શેલ્બી હોસ્પિટલ, એસ.જી. રોડ, અમદાવાદમાં ડો. મયંક શાહ અને તેમની નિપુણ ટીમની દેખરેખ હેઠળ ૨૯ જુલાઈએ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. હાલ પવનકુમાર ધીરે ધીરે સ્વસ્થ થઈ રહૃાા છે અને તેમનું જીવન ફરી ગતિ પકડી રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial