Sensex

વિગતવાર સમાચાર

કુશસ્થલી ભૂમિ (દ્વારકા) ની અડધી યાત્રાના માલિક ભગવાન કુશેશ્વર મહાદેવ

                                                                                                                                                                                                      

દ્વારકાનું પ્રાચિન પૌરાણિક નામ કુશસ્થલી છે. શ્રીમદ્ ભાગવત તથા હરિવંશ, સ્કંદપૂરાણ વગેરેમાં કુશસ્થલીનો ઉલ્લેખ છે. કુશસ્થલીના અધિષ્ઠાતા ભગવાન કુશેશ્વર મહાદેવ, જગતમંદિરના પ્રવેશદ્વારમાં પ્રવેશતા જમણી તરફ ભોંયરામાં બીરાજે છે. આ મંદિરની વિશેષતા એ છે કે કુશેશ્વર મહાદેવ પાસે નંદિશ્વર કે કાચબો નથી. કેવળ શિવ-પાર્વતી તથા ગણેશજીની મૂર્તિઓ છે. ભારતીય પુરાતત્વ વિભાગના તથ્યો પ્રમાણે હાલની દ્વારકા નગરી એ સાતમી દ્વારકા છે. આ અગાઉ છ દ્વારકા સમુદ્રમાં આવેલી સુનામી કે અન્ય કારણોસર પાણીમાં ગરક થઈ ગયેલ છે. જેના પૂરાવા ઉત્ખનનમાં મળ્યા છે. કુશેશ્વર મહાદેવ જે ઊંડાઈએ બીરાજે છે તે દ્વારકાનું વાસ્તવિક જમીન સ્તર છે. તેમ માનવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial