રૂા.૧૦ હજારનો દંડ ફટકાર્યાે:
જામનગર તા. ૮: ખંભાળિયામાં કાકા-ભત્રીજાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ગાળો કાઢીને પાઈપ વડે તેમની દુકાનમાં તોડફોડ કરવાના કેસમાં બે શખ્સને અદાલતે સાડા પાંચ વર્ષની સજાનો હુકમ કર્યાે છે.
ખંભાળિયામાં નગર ગેઈટ વિસ્તારમાં પાન, ઠંડાપીણાની દુકાન ચલાવતા રાણાભાઈ હીરાભાઈ રોશીયા પોતાની દુકાને હતા ત્યારે આરોપી ઈશ્વરગીરી ઉર્ફે અજયગીરી પ્રતાપગીરી ગોસ્વામી અને વિરેન્દ્રગીરી ઉર્ફે વિરૂ સંજયગીરી ગોસ્વામી ઠંડાપીણા પીધા પછી પૈસા આપ્યા વગર ચાલ્યા ગયા હતા. આ પછી તા.ર૪-૧૦-ર૩ના રાણાભાઈ તથા ભત્રીજા પારસભાઈ પોતાની દુકાને હતા ત્યારે આરોપી અજયગીરી તેની પાસે આવ્યો હતો અને તે મને એઠા ગ્લાસમાં સોડા પીવડાવી છે તેમ કહી રાણાભાઈ સાથે ગાળાગાળી કરી હતી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી પાઈપ વડે દુકાનમાં તોડફોડ કરી હતી.
આ મામલે રાણાભાઈ હીરાભાઈ રોશીયાની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપી સામે એટ્રોસિટી સહિતનો ગુન્હો નોંધ્યો હતો. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં ફરિયાદી તેમજ અન્ય સાહેદોની જુબાની, પુરાવાઓ વગેરે ધ્યાને લઈ અદાલતે બંને આરોપીને કુલ સાડા પાંચ વર્ષની કેદની સજા અને રૂા.૧૦ હજારના દંડનો હુકમ કર્યાે છે. આ કેસમાં મદદનીશ જિલ્લા સરકારી વકીલ ભગીરથસિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial