Sensex

વિગતવાર સમાચાર

કાલાવડના ગુંદામાં જમીન પર પડેલા ખૂલ્લા વાયરમાંથી ટપક્યું મોતઃ તરૂણને વીજ આંચકો

પાણીની મોટર કાઢતી વેળાએ ખેડૂતને વીજશોર્ટઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: કાલાવડના ગુંદા ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા મૂળ રાજસ્થાનના એક શ્રમિક પરિવારના સોળ વર્ષના પુત્રને જમીન પર ખૂલો પડેલો વાયર અડકી જતાં વીજ આંચકો લાગવાથી આ તરૂણનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે લાલપુરની સીમમાં ખેતરે પાણીની મોટર કાઢતી વેળાએ વીજવાયરમાંથી એક ખેડૂતને મોત મળ્યું છે.

કાલાવડ તાલુકાના ગુંદા ગામમાં અર્જુનસિંહ જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ રાજસ્થાનના જીલાસ તાલુકાના ઉમરજોખા ગામના વતની ઈલિયાસ જીથરાભાઈ મહિડા (ઉ.વ.૧૬) અને અન્ય વ્યક્તિઓ ગઈકાલે બપોરે ખેતરમાં કામ કરતા હતા ત્યારે પાણીની ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા ગયેલા ઈલિયાસને જમીન પર પડેલો ખૂલો વાયર પગમાં અડકી જતા તેને વીજ આંચકો લાગ્યો હતો. સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડાયેલા આ તરૂણનું મૃત્યુ નિપજ્યું છે. તેના મોટાભાઈ જીવણભાઈ મહિડાએ પોલીસને જાણ કરી છે.

લાલપુર શહેરમાં ચાર થાંભલા વિસ્તારમાં રહેતા પંકજભાઈ શામજીભાઈ પાડલીયા (ઉ.વ.પ૪) નામના પ્રૌઢ ગઈકાલે સાંજે પોતાના સીમ વિસ્તારમાં આવેલા ખેતરે પાણીની મોટર કાઢી રહ્યા હતા ત્યારે મોટરમાં જોડવામાં આવેલો ઈલેકટ્રીક વાયર લોખંડની ઘોડી પર પડ્યા પછી ઘોડીમાંથી પંકજભાઈને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. ફેંકાઈ ગયેલા આ પ્રૌઢને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. પુત્ર મીત પાડલીયાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial