Sensex

વિગતવાર સમાચાર

ખંભાળિયામાં ખેડૂતોની ઉપવાસી છાવણીની 'આપ' નેતા ઈશુદાન ગઢવીએ લીધી મુલાકાત

વળતર વગર જમીનનો ઉપયોગઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૯: ખંભાળિયા વિસ્તારના હર્ષદપુરના ર૮ જેટલા ખેડૂતોના ૪૦-પ૦ વર્ષ જુના માલિકીના બાપદાદાના વખતના તથા ૭/૧ર માં તેમની ઉત્તરોત્તર એન્ટ્રી છે તેવી જમીનો પર ખાનગી કંપની તથા રેલવે દ્વારા કબજો લેવાતા થાંભલો નાખતા ચાલતા પ્રતીક ઉપવાસ આંદોલનની મુલાકાતે આપ પાર્ટીના રાજ્ય પ્રમુખ ઈશુદાન ગઢવી પહોંચ્યા હતાં.

ઉપવાસી છાવણીમાં ખેડૂતોએ પ્રાઈવેટ રેલવે ટ્રેક માટે ખાનગી કંપનીને લાભ કરવા સરકારી તંત્ર, રેલવે તંત્ર ખેડૂતોની માલિકીની જમીનો વળતર આપ્યા વગર ઉપયોગ કરી રહી છે, જેથી આંદોલન કરવું પડ્યું, કેમ કે કોઈ સાંભળતું નથી. એક તરફી કાર્યવાહી જ તંત્ર કરે છે.

ઈશુદાન ગઢવીએ જણાવેલ કે પ્રાઈવેટ કંપનીઓ પોતાની મરજી મુજબ વર્તે છે. મરજી પડે ત્યાં કામ કરે છે, થાંભલા નાખે છે, જે લોકોએ ભાજપને વોટ આપી સરકારને મજબૂત બનાવેલી તેમનો જ અવાજ હવે કોઈ સાંભળતું નથી. ભાજપના રાજમાં ખેડૂતોના બાપદાદાની મિલકતો જમીનો પણ સલામત નથી. કંપનીઓ વગર વળતો કબજો જમાવે છે. રાતોરાત જમીનોના ૭/૧ર માં દાખલામાં લોકોના નામો પણ બદલાઈ જતા હોવાનું જણાવીને ગરીબોને લૂંટીને ઉદ્યોગપતિનો વિકાસ ગુજરાતને નથી જોઈતો કહીને ખેડૂતોને કોઈ નોટીસ કે જાણ વગર રાતોરાત કબજો લઈને થાંભલા નાખી દીધા હોય, સરકારી તંત્રો પર પણ આવી ગેરકાયદે કામગીરીમાં જોડાવા અંગે રોષ વ્યક્ત કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial