Sensex

વિગતવાર સમાચાર

જામનગરના શ્રાવણી મેળાને લાગ્યું ગ્રહણઃ પરંપરા-સલામતિનો દ્વંદ્વ કાનૂનના આંગણે...

                                                                                                                                                                                                      

જામનગરના શ્રાવણી મેળાનું આગવું આકર્ષણ હોય છે. શહેરીજનો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો મેળામાં ઉમટતા દર વર્ષે લાખોની મેદની મેળાનો લ્હાવો લેતી હોય છે. પરંતુ આ વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી એસ.ટી. ડેપોને કારણે ટૂંકી જગ્યામાં મેળાના આયોજન પર આરંભથી જ સવાલ ઉઠવાની સાથે પરંપરા અને સલામતિ વચ્ચેનો દ્વંદ્વ અર્થાત લડાઈ અદાલતના આંગણે પહોંચી ગઈ છે. એક અરજદારે મેળાના આયોજન વિરૂદ્ધ કરેલ દાવો નીચલી અદાલતમાં રદ થયા પછી સેશન્સ કોર્ટમાં અપીલ પછી અદાલતે કોર્ટ મિત્ર તરીકે અમુક વરિષ્ઠ વકીલોને આમંત્રિત કરી તેમના મંતવ્યો જાણી મેળાના આયોજન પર હંગામી સ્ટે લગાવી નીચલી અદાલતને ફરી સુનાવણી કરી ચૂકાદો આપવા હૂકમ કર્યો હતો જે પછી ગઈકાલે આ કેસમાં સુનાવણી પૂર્ણ થયા પછી સોમવારે ચૂકાદો આવવાની માહિતી પ્રકાશમાં આવી છે. આમ મેળાની પરંપરા, મોજ અને આવક સહિતના આર્થિક પાસાઓ સામે લાખો લોકોની સલામતિનો મુદ્દો યક્ષ પ્રશ્ન બનીને ઊભો છે ત્યારે પ્રસ્તુત તસ્વીરમાં પૂર્ણ જેવા લાગી રહેલ ચંદ્ર સાથે બંધ પડેલા મેળાની તસ્વીર ઘણી પ્રતિકાત્મક બની રહેલ છે. મેળાને જાણે 'ગ્રહણ' લાગી ગયું છે. ચંદ્ર તો ઝળહળી રહ્યો છે, પરંતુ રંગબેરંગી લાઈટોથી ઝગમગતો મેળો અંધકારમાં ડૂબેલો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial