Sensex

વિગતવાર સમાચાર

જાણો, તા. ૧૦ ઓગસ્ટ, રવિવાર અને શ્રાવણ વદ એકમનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૪ - સુર્યાસ્ત : ૭-૨૧

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ વદ-૧ :

તા. ૧૦-૦૮-ર૦૨૫, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ગ્રા.૧,

મુસ્લિમ રોજઃ ૧૫, નક્ષત્રઃ ધનિષ્ઠા,

યોગઃ શોભન, કરણઃ તૈતિલ

 

તા. ૧૦ ઓગસ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકીય બાબતે આવક પણ રહે, પરંતુ સામે આકસ્મિક ખર્ચાઓ પણ આવ્યા કરે. તેના લીધે ધાર્યા પ્રમાણે બચત કરી શકો નહીં. નોકરી-ધંધાકીય બાબતે આપના રૂકાવટ-વિલંબમાં અટવાયેલા કામ થઈ શકે. જમીન-મકાન-વાહનના કામ થવા પામે. આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ, સગા-સંબંધીના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય.

બાળકની રાશિઃ કુંભ