અંગિરા નામના એક ઋષિ થઈ ગયા તે બ્રહ્માજીના માનસ પુત્ર હતા. આ અંગિરા ઋષિને ત્યાં આંગિરસ નામના એક પુત્ર થયા. તે નાનપણથી ખૂબ જ બુદિદ્ધશાળી તેમજ વિદ્વાન હતા. તેમણે બધા જ શાસ્ત્રો, વેદોના જ્ઞાનની પ્રાપ્તિ પણ કરેલી. એટલું જ નહી તે દેખાવે પણ સુંદર, તેજસ્વી, ગુણવાન તથા શીલવાન હતા. તેમના આરાધ્ય દેવ ભગવાન શંકર હતા.
તેમણે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપ કરવાનું નક્કી કર્યું. તેથી તેઓ પવિત્ર કાશીમાં ગયા ત્યાં શિવલિંગની સ્થાપના કરી અને ઘોર તપસ્યા તેમણે શરૂ કરી દીધી. આમને આમ તપ કરતાં દસ હજાર વર્ષ વીતી ગયા આંગિરસના ઉગ્ર તપથી સાક્ષાત મહાદેવજી લિંગમાંથી પ્રગટ થયા. તેમણે આંગિરસને કહ્યું, " બેટા, હું તારા ઉગ્ર તપથી પ્રસન્ન થય છું. માટે તું તારા મનને ગમતું વરદાન માંગ."
સાક્ષાત શિવજીને પ્રગટ થયેલા જોઈ આંગિરસને અત્યંત આનંદ થયો તેમણે બે હાથ જોડી અને શિવજીની સ્તુતિ કરવા માંડી "હે મહાદેવજી આપ ત્રિગુણાતીત, જન્મ-મરણથી રહિત, ભક્તોના ઉદ્ધાર કરનારા અને શરણે આવેલાઓનું રક્ષણ કરનાર છો. આપના તજોમય સ્વરૂપના દર્શન માત્રથી હું કૃત કૃત્ય થઈ ગયો છું. મારી બધી જ મનોકામના પૂર્ણ થઈ ગયેલ છે. મને કંઈ જ નથી જોઈ તું." ત્યાર પછી તો તેણે ખુબ જ શ્રધ્ધા અને ભક્તિ સાથે ગદ્ગદિત થઈ એમણે શિવજીની સ્તુતિ કરી. આ સ્તુતિ સાંભળી શિવજી ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે અનેક પ્રકારના વચનો આંગિરસને આપ્યા તેમજ કહ્યું, "આંગિરસ તેં ખૂબ જ તપ કર્યું છે અને તે પણ નિષ્કામ રીતે કર્યું છે. આથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું. માટે જ હવેથી તું ઈન્દ્ર આદી દેવો અને ગ્રહોમાં પુજ્ય થઈશ.
આજથી તું જગતમાં "બ્રહસ્પતિ" તરીકે પ્રસિદ્ધ થઈશ. વળી, તું ખૂબ જ વિદ્વાન અને સારો વક્તા છે તેથી તારુ નામ "વાચસ્પતિ" પણ કહેવાશે. મને પ્રસન્ન કરવા માટે અહીંતે શિવિંલંગની સ્થાપના કરી છે. તે જગતમાં "બ્રહસ્પતિશ્વર" ના નામથી પ્રસિદ્ધ થશે. આ લિંગની જે મનુષ્ય પૂજા કરશે કે તે રચેલી સ્તુતિનો પાઠ કરશે તેને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે અને સાથે સાથે ગ્રહ જન્ય કોઈ બાધા કે પીડા રહેશે નહીં."
આમ શિવજીએ આંગિરસને વરદાન આપી ત્યાર પછી ઈન્દ્ર, બ્રહ્માજી સહિત સર્વે દેવતાઓને બોલાવી તેમની વચ્ચે બ્રહ્માજીએ આજ્ઞા કરી, આ આંગિરસને દેવોના આચાર્ય બનાવી દો. આજથી તેને સૌએ "બ્રહસ્પતિ" તરીકે ઓળખવાનું રહેશે. એ સમયે જ બ્રહ્માજીએ તેમને દેવચાર્ય પદ પર નિયુક્ત કર્યા. શિવજીની ભક્તિથી તેમણે મહાન પદની પ્રાપ્તિ કરી નવગ્રહમાં સ્થાન પ્રાપ્ત કરી ભારે પ્રતિષ્ઠા મેળવી.
- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial