Sensex

વિગતવાર સમાચાર

ટેકાના ભાવે મગફળી ખરીદીના મુદ્દે કૃષિમંત્રીનું નિવેદન હાસ્યાસ્પદઃ કિસાન કોંગ્રેસ

ખેડૂતોના વારસદારોને પણ નોમીની તરીકે સ્વીકારવા માંગણી ઉઠી

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩: ટેકાના ભાવે ખરીદીના મુદ્દે કૃષિમંત્રીએ કરેલા તાજેતરના એક નિવેદનમાં કિસાન કોંગ્રેસે ટીકા કરી છે.

ગુજરાતમાં ખરીફ પાકના ટેકાના ભાવના રજિસ્ટ્રેશનના મુદ્દે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા થયેલ ફરિયાદો તથા અગવડતા મુદ્દે રાજ્યમાં દેકારો થતાં ગુજરાતના કૃષિ મંત્રી દ્વારા જવાબને હાસ્યાસ્પદ અને અભ્યાસ વગરનો ગણાવ્યો હતો.

દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા રાજ્યના કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ જણાવેલ કે ગત વખતે રાજ્ય સરકારના પોર્ટલ ઉપર ટેકાના ભાવે ખરીદીનું રજિસ્ટ્રેશન થતું હતું તે કૃષિમંત્રી ભૂલી ગયા છે !! નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પહેલી વખત રજિસ્ટ્રેશન શરૂ થયું છે.

નાફેડના પોર્ટલ પર તાજેતરમાં ખેડૂત મૃત્યુ પામ્યો હોય તો તેના વારસદાર નોમીની થઈ શકે જયારે એજન્સીના પોર્ટલમાં આવી જોગવાઈ નથી જેથી ખેડૂતોને નુકસાન થાય.

તાજેતરમાં મૃત્યુ પામેલા ખેડૂતોના વારસદારોને પણ નોમીની તરીકે સ્વીકારવા માંગ કરાઈ છે જેથી છેલ્લા એકાદ વર્ષમાં મૃત્યુ પામેલા હોય તેવા ખેડૂતોના વારસદારો રજિસ્ટ્રેશનથી વંચિત ના રહે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial