Sensex

વિગતવાર સમાચાર

ખંભાળીયાની તેલી નદીના પટમાં ડિમોલિશન થતા જૂના કપડા વેચતા ગરીબો બની ગયા બેકાર

પ્રાંત-મામલતદાર કચેરી બનતા જ્યાં ખસેડાયુ હતું તે

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૩: તેલી નદીમાં ડિમોલિશન થતા ખંભાળીયામાં વર્ષોથી જુના કપડાના વેચાણનું બજાર આવેલું છે. જેમાં ગરીબ અને મધ્યમવર્ગના વેપારીઓ સલાયા ખંભાળીયામાંથી દેશી-વિદેશી જુના કપડા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.

વર્ષો પહેલા ખંભાળીયામાં બસ સ્ટેશન સામેના ભાગમાં જ્યાં હાલ પ્રાંત અધિકારીની કચેરી છે તે જગ્યા જી.વી.જે. હાઈસ્કૂલનું મેદાન હતું જે ઉપયોગ ના થતા ત્યાં બલેચીયા બજાર ના નામથી જુના કપડા તથા નાની મોટી વસ્તુઓ વેચાતી હતી. ત્યાં પ્રાંત કચેરી તથા મામદતદાર કચેરી થતા ત્યાંથી જુના કપડાવાળા ગરીબોને બસ સ્ટેશનની પાછળ તેલી નદીના પટમાં મોકલી દેવાયા હતા. જ્યાં તેઓ જુના કપડા વેચીને ગુજરાન ચલાવતા હતા. પરંતુ તાજેતરમાં ખંભાળીયા પાલિકા દ્વારા તેલી નદીના કાંઠે ડિમોલિશન કરાતા આ જગ્યા તોડી નાખતા મોટી સંખ્યામાં ગરીબો બેકાર થઈ ગયા છે.

જુના કપડા બજાર એસોસિએશનના રમેશભાઈ ચોપડા, નરેન્દ્રભાઈ હડીયલ, જીતેશભાઈ રાયચુરા તથા ઈકબાલભાઈ હિંગરોજા વિગેરે દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને વૈકલ્પિક જગ્યા ફાળવવા માંગ કરી છે.

જુના કપડાના ગરીબ ધંધાર્થીઓને રોજીરોટીનો આધારા આ ધંધા પર હોય, વૈકલ્પિક જગ્યા ફાળવવા માંગ કરી છે. જુના ખરીદેલ કપડા પણ પડ્યા હોય, ધરમપુરમાં કોઈ ખરાબામાં, રેલવે ક્રોસીંગ પાસે, મીડલ સ્કૂલ સામે, હાલ જે જગ્યા છે ત્યાં કામ પૂરૃં થાય પછી, નવા નાકા પાસે વિસ્તારોમાં જગ્યા કાયમી રીતે ફાળવી ગરીબોને મદદરૂપ થવા માંગ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial