ખાસ લમ્પી વોર્ડનો વોર્ડ ઉભો કરાયોઃ
ખંભાળિયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા વિસ્તારમાં ગાયોમાં લમ્પી રોગ માટે આરોગ્ય રથનું લોકાર્પણ થયુ છે અને અલાયદો વોર્ડ ઉભો કરાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા વિસ્તારમાં ગાયોમાં લમ્પી રોગચાળો વ્યાપક થયો હોય દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના તથા દ્વારકા પ્રાંત અમોલ આવરેના માર્ગદર્શન હેઠળ જિલ્લા પશુ પાલન અધિકારીની ટીમ દ્વારા તથા દ્વારકા પાલિકા ચીફ ઓફિસર અશ્વિનભાઈ ગઢવીની ટીમ દ્વારા દ્વારકાધીશ ગૌશાળા તથા ગૌ હોસ્પિટલની આગેવાનીમાં દ્વારકા વિસ્તારમાં આ રોગ અંગે જાણકારી આપવાની સાથે ગૌ માતાઓને પ્રાથમિક સારવાર આપવા એક આરોગ્ય રથનું ગઈકાલે લોકાર્પણ થયું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા વિસ્તારમાં ગૌ માતાઓમાં લમ્પી રોગ વ્યાપક હોય આ આરોગ્ય રથ દરેક ગામોમાં જશે તથા ગાયોના માલિકો તથા ગ્રામજનોને લમ્પી રોગ અંગે જાણકારી તથા સાવચેતીના પગલા લેવાની સાથે ગૌશાળાના ડોકટરો દ્વારા ગાયોની સારવાર પણ થશે તથા ગંભીર સ્થિતિની ગૌ માતાઓને દ્વારકા ગૌ હોસ્પિટલમાં ખસેડીને ત્યાં ખાસ બનાવાયેલા લમ્પી વોર્ડમાં તેની ખાસ સારવારની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial