Sensex

વિગતવાર સમાચાર

માછીમારી કરતા યુવાનને હૃદયરોગનો હુમલો

દરિયામાંથી કાંઠે લવાયા તે પહેલાં મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ઓખાના આર.કે. બંદર પરથી માછીમારી માટે દરિયામાં ગયેલા એક માછીમારને છાતીમાં દુખાવો ઉપડ્યા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં આવેલા આર.કે. બંદર પર માછીમારી માટે આવીને રહેતા મૂળ નવસારી જિલ્લાના ખેર ગામના રાજુભાઈ રમેશભાઈ હળપતી (ઉ.વ.૩ર) નામના યુવાન મા તુલજા નામની બોટમાં દરિયામાં માછીમારી માટે ગયા હતા.

તેઓ રવિવારે સાંજે દરિયામાં ૨૦ નોટીકલ માઈલ દૂર હતા ત્યારે બોટમાં કુદરતી હાજત માટે ગયા હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા રાજુભાઈ ઢળી પડ્યા હતા. આ યુવાનને સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. તે પહેલાં હૃદયરોગના હુમલાથી આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જીજ્ઞેશભાઈ ટંડેલે પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial