ડેલા તથા બે સીસીટીવી કેમેરામાં કરાયું નુકસાનઃ
જામનગર તા. ૩: જામનગર નજીકના દડીયા ગામમાં એક વ્યક્તિ પોલીસને બાતમી આપતો હોવાની શંકાથી ગઈકાલે બપોરે એક મહિલા સહિત પાંચ વ્યક્તિ ધસી આવ્યા હતા. તેઓએ ત્યાં લગાડવામાં આવેલા બે સીસીટીવી કેમેરા તથા ડેલામાં નુકસાન કરી રેકોર્ડિંગ લિડીટ કરી નાખવાનું કહી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જામનગર-સમાણા રોડ પર આવેલા રણજીતસાગર નજીકના દડીયા ગામમાં રહેતા મેહુલ ખોડુભાઈ પાટડીયા નામના યુવાન પાડોશમાં જ રહેતા રસીલાબેન કાથડભાઈ જાટીયા તથા તેમના માણસો અંગે પોલીસને બાતમી આપતા હોવાની શંકા રાખી ગઈકાલે બપોરે રસીલાબેન તેમજ રાહુલ પરમાર, પરેશ ગોંડલીયા, રોહિત પાટડીયા, રોનક મકવાણા નામના પાંચ વ્યક્તિ ધસી આવ્યા હતા.
આ વ્યક્તિઓએ ત્રણ બાઈકમાં આવી ખોડુભાઈ જેસંગભાઈ પાટડીયાના મકાનના ડેલામાં ઘૂસી લાકડી-કુહાડી વડે ડેલામાં ફટકા મારી રૂ.૧૦ હજારનું નુકસાન કર્યું હતું. તે પછી ઘરમાં ઘૂસી સન્ની રાજેશભાઈ પાટડીયાના મકાનમાં લગાડવામાં આવેલા બે કેમેરા તોડી નાખ્યા હતા.
તે ઉપરાંત આ વ્યક્તિઓએ સીસીટીવીમાં થયેલું રેકોર્ડિંગ ડિલીટ કરવાનું કહી પતાવી દેવાની ધમકી આપી હતી અને પરેશ, રોહિત તથા રોનકે ગાળો ભાંડી હતી. સન્ની રાજેશભાઈએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial