Sensex

વિગતવાર સમાચાર

ટ્રેનના ડબ્બા તથા પ્લેટફોર્મ વચ્ચે ભીંસાઈ જતા શ્રમિક યુવાનનું મૃત્યુ

વસઈમાં અકળ કારણથી પ્રૌઢનો ગળાફાંસોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: દ્વારકાના વસઈમાં એક પ્રૌઢે પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે મીઠાપુરમાં ખાનગી કંપનીમાં સામાન ભરવાના ટ્રેનના ડબ્બા તથા પ્લેટફોર્મ વચ્ચે ભીંસાઈ જતા એક શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે.

દ્વારકા તાલુકાના વસઈ ગામમાં રહેતા ટપુભા જીમલભા કેર (ઉ.વ.પપ) નામના પ્રૌઢે સોમવારે રાત્રે નવેક વાગ્યે પોતાના ઘરે કોઈ અકળ કારણથી બેઠક રૂમમાં જઈ પંખાના હુંકમાં કપડાના ફાળીયા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની તેમના પુત્ર ધર્મેશભાને જાણ થતાં તેઓએ નીચે ઉતારી પિતાને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે ધર્મેશભાનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.

ઓખામંડળના મીઠાપુરમાં આવેલી ટાટા કંપનીના પ્રિમાઈસીસમાં પેરીફેરી યાર્ડમાં લાઈન નં.૬ પર ગઈકાલે સવારે મોજપ ગામના દેવભાઈ સોમાભાઈ પારીયા (ઉ.વ.૩પ) નામના શ્રમિક કામ કરતા હતા. આ વેળાએ ટ્રેનનો સામાન ભરવાનો ડબ્બો તથા પ્લેટફોર્મની વચ્ચે ભીંસાઈ જતા ગંભીર ઈજા પામેલા દેવભાઈનું મૃત્યુ નિપજ્યું છે. જેઠાભાઈ ખીમાભાઈ પારીયાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial