Sensex

વિગતવાર સમાચાર

જામનગરમાં જીવના જોખમે કુદરતી જળાશયોમાં વિસર્જન કરતા લોકો...

પિતા અને બે પુત્રએ જીવ ગુમાવ્યાની કરૂણાંતિકા પછી પણ તંત્ર દ્વારા કોઈ સુરક્ષા બંદોબસ્ત નહી!

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં ગણેશોત્સવ દરમ્યાન ૩ દિવસ, ૫ દિવસ, ૭ દિવસથી લઇ ૧૦ દિવસ માટે ગણેશજીની મૂર્તિઓની સ્થાપના થતી હોય છે. જેના અનુસંધાને વિસર્જનની વિધિ પણ કરવામાં આવે છે. બે દિવસ પહેલા જ નાઘેડી પાસે તળાવમાં વિસર્જન દરમ્યાન રાવલ પરિવારના આધેડ અને તેનાં બે પુત્રો ડૂબી જતા એક જ પરિવારના ત્રણ સભ્ય મૃત્યુ પામતા કરૂણાંતિકા સર્જાઇ હતી. આ પછી કલેક્ટર, કમિશનર તથા પોલીસ વડા સહિતનાં અધિકારીઓએ લોકોને અપીલ કરી કે 'તંત્ર દ્વારા નિર્મિત કૃત્રિમ કુંડ માં જ વિસર્જન કરવું' પરંતુ શું અપીલ કરવાથી સરકારની જવાબદારી પૂર્ણ થઇ જાય છે?નાઘેડી પાસેની કરૂણાંતિકા અને અધિકારીઓની અપીલ પછી પણ લોકો વીજરખી ડેમમાં વિસર્જન કરતા નજરે ચડ્યા હતાં. જળાશયોમાં કમરડૂબ પાણી સુધી અંદર જઇ વિસર્જન કરતા લોકો જીવના જોખમે વિધિ કરી રહૃાા છે એમ કહી શકાય. પ્રસ્તુત તસ્વીરોમાં જોખમી વિસર્જનનાં દૃશ્યો નિહાળી શકાય છે. તંત્ર દ્વારા શહેર આસપાસનાં જળાશયો પર બંદોબસ્ત ગોઠવવો જોઇએ એવી માંગ ઉઠી છે. જેમ અન્ય નિયમ પાલન કરાવવા તંત્ર અપીલ નથી કરતુ પણ કાર્યવાહી કરે છે એમ આ મુદ્દે પણ અપીલ કરી ઉંઘી ગયેલ તંત્રે જાગવાની જરૂર છે અને સુરક્ષા બંદોબસ્ત ગોઠવવાની જરૂર છે આખરે આ અમૂલ્ય માનવ જિંદગીઓનો સવાલ છે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial