Sensex

વિગતવાર સમાચાર

રાજસ્થાનનો રબારી સમૂહ મોતી નામના ઊંટ સાથે પહોંચ્યો દ્વારકાઃ સાંસ્કૃતિક પ્રચાર

પાલી જિલ્લાના ચેંડ ગામેથી ર૮ દિવસની પદયાત્રા કરીને

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૩: રાજસ્થાનના પાલી જિલ્લાના ચેંડ ગામના રબારી યુવાનોનો સમૂહ ર૮ દિવસ સુધી પગપાળા યાત્રા કરી આજે ર૯ મા દિવસે યાત્રાધામ દ્વારકા આવી પહોંચ્યો હતો. પારંપારિક રબારી સમાજની વેષભૂષા, બોલીમાં દ્વારકાધીશના જયઘોષ કરતા પગપાળા યાત્રા કરનાર યુવાનોના સંઘ સાથે રબારી સમાજ સાથે સંકળાયેલ મોતી નામનો ઊંટ પણ આવ્યો હતો.

રબારી સમાજના યુવાનોએ આ પગપાળા યાત્રાથી હાલની અર્વાચીન જીવનશૈલીમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણથી ધીમે ધીમે લુપ્ત થતી જતી સાંસ્કૃતિક ધરોહર અને ભાતિગળ સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર થાય અને ખાસ કરીને યુવાવર્ગ તેમની પારંપારિક ધરોહરને જાગૃત રાખે તેવી નેમ સાથે યાત્રા કરી હોવાનું જણાવ્યું હતું. યુવા ગ્રુપના શેતનાસિંહ નામના રબારી યુવાને ૧૭ દેશોમાં પારંપારિક વેષભૂષા સાથે યાત્રા કરી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial