સૈન્યના મનોબળને મજબૂત કરવા 'ઓપરેશન સિંદૂર'ની થીમ સાથે સ્વદેશી વસ્તુને પ્રોત્સાહનઃ
જામનગર જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર થીમ આધારિત ગણપતિ પંડાલ બનાવવામાં આવ્યા છે. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં 'ગિરનારી મિત્ર મંડળ' દ્વારા 'ઓપરેશન સિંદૂર'ની થીમ આધારિત પંડાલ બનાવવામાં આવ્યો છે. આ દેશભક્તિની થીમ થકી સૈન્યના મનોબળને મજબૂત કરી શકાશે તેમજ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાના હેતુથી માટી, નાળિયેર, શણ તથા વાંસમાંથી ઈકો ફ્રેન્ડલી ગણપતિજી બનાવવામાં આવ્યા છે. 'ગિરનારી મિત્ર મંડળ' ગ્રુપના સભ્ય ઉમેશભાઈ ગિરનારી જણાવે છે કે, છેલ્લા ર૧ વર્ષથી તેમના ગ્રુપ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે કોલકાતાથી કારીગર બોલાવીને ૪૧ દિવસની જહેમત પછી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. પહલગામ આતંકી હુમલામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા, ઓપરેશન સિંદૂર તથા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરવાના હેતુથી લોકોને સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવાનો સંદેશો પહોંચાડવાનો આ થીમ પાછળનો હેતુ છે. આ સિવાય ગિરનારી મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન સર્વરોગ નિદાન કેમ્પ, સર્વજ્ઞાતિને આમંત્રણ આપી ગણપતિજીની પૂજા, દેશભક્તિની થીમ આધારિત વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવે છે. તેઓ વધુમાં જણાવે છે કે આ વર્ષે સરકાર દ્વારા 'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિત-ર૦રપ'નું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં અમે ભાગ લીધો છે. દેશ ભક્તિની થીમ પર ગણપતિજીની સ્થાપના કરવાની પ્રેરણા પૂરી પાડવા બદલ અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial