Sensex

વિગતવાર સમાચાર

ગાળાગાળી, દેકારા પડકારા-વિવાદ નહીં, સંવાદ અને સદ્ભાવથી જ દીપે લોકશાહી

સત્ય તથ્યોના આધારે ટીકા અને લોકલક્ષી અભિગમ અત્યંત જરૂરી

                                                                                                                                                                                                      

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. અહીં મતભેદ સ્વાભાવિક છે અને વિવાદો લોકશાહીનું સૌંદર્ય ગણાય છે. પરંતુ જ્યારે આ મતભેદો ગાળાગાળી, અપમાન અને અતિ ગેરશિસ્તભર્યા વર્તનમાં ફેરવાઈ જાય ત્યારે તે લોકશાહી માટે ચેતવણી સમાન છે.

વિરોધ પક્ષ લોકશાહીનો મહત્ત્વપૂર્ણ પાયો છે. તેનું કામ સત્તાપક્ષની નીતિઓની રચનાત્મક ટીકા કરવાનું, લોકોના પ્રશ્નો ઉઠાવવાનું અને વિકલ્પો રજૂ કરવાનું છે. પરંતુ પરસ્પર ગાળા ગાળી કે બૂમાબૂમ જ થતી રહે તો રાજકારણનું સ્તર ઘટે છે અને દેશની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પણ ધુમ્મસમાં ગરકાવ થાય છે.

ભારતીય સંસ્કૃતિ હંમેશાં સંવાદ, સહનશીલતા અને પરસ્પર આદર પર આધારિત રહી છે. સંસદ, વિધાનસભા કે કોઈ જાહેર મંચ પર ચર્ચા ત્યારે જ સકારાત્મક બને જ્યારે બંને પક્ષો દલીલને તર્કસંગત અને શિસ્તપૂર્વક રજૂ કરે. ગાળાગાળી અને અશિષ્ટ ભાષા માત્ર સમાજમાં વિભાજન અને ઘૃણાને વધારવા જ કામ આવે છે. આ પરિસ્થિતિને સુધારવી સમયની માંગ છે. જનપ્રતિનિધિઓએ પક્ષે સમજવું પડશે કે લોકશાહીમાં તેની ભૂમિકા સત્તાપક્ષ જેટલી જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ આ ભૂમિકાનું નિર્વાહ માત્ર ચીસા-પોકારથી નહીં, પરંતુ સંસ્કારસભર ચર્ચા, સત્ય તથ્યોના આધારે ટીકા અને લોકોને ઉકેલ આપતી વિચારસરણી દ્વારા જ શક્ય છે.

રાજકારણમાં સંસ્કૃતિ અને શિસ્તનું જતન એ દેશના ભાવિ માટે અનિવાર્ય છે. દેશ આગળ વધે તે માટે બંને પક્ષો  સત્તાપક્ષ અને વિરોધ પક્ષ એ સંવાદની પરંપરા અપનાવવી જોઈએ. લોકશાહીનું સૌંદર્ય એમાં છે કે મતભેદો છતાં બધા સાથે મળી દેશને આગળ લઈ જવામાં આવે. જો રાજકારણના મંચ પરથી ગાળાગાળી નહીં પણ સકારાત્મક વિચારસરણી ઉદ્ભવે તો જ ભારત વિશ્વ સમક્ષ સાચી અર્થમાં લોકશાહીની આગેવાની કરી શકશે.

::આલેખન :: અજીત દેસાઈ, રાજકોટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial