પી.એમ.ના કટઆઉટ ફાડનાર બે યુવકોની અટકાયત કારણભૂત?
ઈમ્ફાલ તા. ૧પઃ વડાપ્રધાન મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી હતી અને પોલીસ સ્ટેશન પર ભીડે હુમલો કર્યો હતો.
મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના બીજા જ દિવસે રવિવારે ચુરાચંદપુરમાં સ્થાનિક લોકોની ભીડ બેકાબૂ થઈ અને પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો.
આ દરમિયાન તેમની સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી. સ્થાનિક લોકોએ રેપિડ એક્શન ફોર્સના કર્મચારીઓ પર પણ પથ્થરમારો કર્યો હોવાના અહેવાલ છે. ખરેખર તો ચુરાચંદપુર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સંદર્ભે લગાવવામાં આવેલા બેનરો અને 'કટઆઉટ' ફાડવા બદલ બે યુવાનોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારપછી રવિવ્રે સ્થાનિક ભીડ એકઠી થઈ અને બન્નેની મુક્તિની માગણી સાથે વિરોધ શરૂ કર્યો.
ટૂંક સમયમાં ભીડ બેકાબૂ થઈ ગઈ હતી અને હિંસા ભડકી હતી. વરિષ્ઠ સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર ભીડે ચુરાચંદપુર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો.
બપોરની તસ્વીરોમાં દેખાવો દરમિયાન તૈનાત આરએએફ કર્મચારીઓ પર ભીડ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, ફરજ મેજિસ્ટ્રેટ દ્વારા તેમના જામીન પર સુનાવણી પછી બન્ને વ્યક્તિઓને બાદમાં છોડી દેવામાં આવ્યા હતાં. પોલીસે બન્ને યુવાનોને મુક્ત કર્યા પછી જ પરિસ્થીતિ સામાન્ય થઈ. પોલીસે અગાઉ દાવો કર્યો હતો કે બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.
જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'દેખાવકારોના દાવાથી વિપરીત બન્ને વ્યક્તિઓને અચાનક અટકાયતમાં લેવામાં આવ્યા ન હતાં, પરંતુ તોડફોડના સ્થળેથી પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતાં.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial