Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

અર્થતંત્રના આટાપાટા

                                                                                                                                                                                                      

મેળો એટલે સૌરાષ્ટ્રના અર્થતંત્રનો બુસ્ટરડોઝ. ચોમાસુ આવે એટલે જેમ સૂકી નદીમાં પણ ભરપૂર પાણી વહેવા મંડે એ જ રીતે મેળો આવે એટલે સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં પણ નાણાનો પ્રવાહ વહેવા લાગે.

યુરોપ અમેરિકાના સમાજમાં ફાઈવ ડે વિકનું કલ્ચર ફેમસ છે એટલે કે અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાનું, પૈસા ભેગા કરવાના અને પછી બાકીના બે દિવસ એટલે કે વીક એન્ડમાં એ બધા જ પૈસા વાપરી નાખવાના..

આ ફાઈવ ડે વિકના કલ્ચરનું દેશી સ્વરૂપ છે આપણા લોકમેળા. એક સામાન્ય માણસ આખું વર્ષ મહેનત કરીને પૈસા કમાશે, સાથે સાથે કરકસર કરી પૈસા બચાવશે. પરંતુ એક વખત મેળો આવશે એટલે બધી જ કરકસર ભૂલીને ખર્ચ કરશે. અને એ સાથે જ સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં ફૂલ ગુલાબી તેજી દેખાશે.

અર્થતંત્રની આ તેજી મેળા પૂરા થયા પછી પણ ચાલુ જ રહે છે, પરંતુ થોડાક જુદા સ્વરૂપે. મેળામાં વિવિધ પ્રકારની ખાણીપીણીનું પણ એક અલગ જ મહત્ત્વ છે. આજકાલ વિવિધ પ્રકારની દેશી ખાણીપીણીના સ્થાને વિવિધ પ્રકારની ફાસ્ટ ફૂડની આઈટમો વધુ પસંદ કરવામાં આવે છે. અને એટલે જ મેળામાં દરેક જગ્યાએ ફાસ્ટ ફૂડની દુકાનો જોવા મળે છે.

હવે આ ફાસ્ટ ફૂડની દુકાનો એટલે  વિવિધ પ્રકારના રોગોનું ઘર. એટલે જ કહેવાય છે કે એક ફાસ્ટ ફૂડ ની દુકાન ૧૦ થી ૧૨ હૃદય રોગના ડોક્ટર, ૧૦ થી ૧૨ દાંતના ડોક્ટર અને એથી પણ વધુ વજન ઉતારવાના ડોક્ટરને રોજગારી પૂરી પાડે છે. આ  આપણા અર્થતંત્રનો બીજા નંબરનો બુસ્ટર ડોઝ છે. એટલે કે એક ફાસ્ટ ફૂડની દુકાન ૩૦ થી ૪૦ જણાને ઇનડાયરેક્ટ રોજગારી પૂરી પાડે છે.

અર્થતંત્રને બુસ્ટર ડોઝ આપવાની આ પ્રક્રિયા ત્યાર પછી પણ ચાલુ જ રહે છે. મેળા પુરા થાય એટલે લોકો પોતાની તબિયત પર ધ્યાન આપે. લોકોની તબિયત સુધરતા સુધરતા ૧૫-૨૦ દિવસ તો સહેજે લાગી જાય. હવે આટલા સમયમાં તો નવલી નવરાત્રિ દરવાજે દસ્તક દેવા આવી પહોંચે.

હવે નવરાત્રિનું અર્થતંત્ર પણ એક અલગ પ્રકારનું જ હોય છે. નવરાત્રિ માટે ખાસ પ્રકારની ખરીદી જરૂરી બની જાય છે જેવી કે, ટ્રેડિશનલ દેશી કપડા, તેની સાથે જ મેચ થાય તેવી ટ્રેડિશનલ એસેસરીઝ, ભરતગુંથણથી શોભતી છત્રી, વગેરે વગેરે.

જો કે આ બધું હોવા છતાં પણ તમારી ફિઝિકલ ફિટનેસ બરાબર ન હોય તો ? ગરબા રમવા માટે જરૂરી ચપળતા ન હોય તો ? આ બધી જ ટ્રેડિશનલ વસ્તુઓનો ખર્ચો માથે જ પડે ને ?

અને અહીં જ તમારી મદદ આવે છે જીમ અને ગરબા ક્લાસીસ. શ્રાવણ મહિનાના મેળામાં આડેધડ ખાઈ પીને જે કંઈ વજન વધાર્યું હોય તે ઉતારવા માટે જીમમાં જઈને પરસેવો પાડવો પડે છે. અને આધુનિક યુગના, વિશાળ પાર્ટી પ્લોટમાં યોજતા ગરબામાં પોતાની જાતને વિશિષ્ટ રીતે રજૂ કરવા માટે, ગરબા ક્લાસની મસમોટી ફી પણ ભરવી પડે છે.

અને આ રીતે મેળાની સાથે શરૂ થયેલું ખર્ચાઓનું એક ચક્કર નવરાત્રિમાં પૂરૃં થાય છે. જો કે દિવાળીમાં થતા ખર્ચાઓનું ચક્કર તો આનાથી પણ મોટું છે, તો તેની વાત ક્યારેક અલગથી કરીશું.

વિદાય વેળાએઃ એક મહિલા જેલમાં તેના પતિને મળવા ગઈ. મળ્યા બાદ બહાર આવીને જેલરને કહ્યું, *તમે મારા પતિ પાસે આટલું બધું કામ કેમ કરાવો છો ?*

જેલર,*ના બેન, અમે તો તેની પાસે કશું જ કામ નથી કરાવતા..*

મહિલા,*તો શું તે ખોટું બોલે છે કે તેઓ ટનલ ખોદી રહ્યા છે...? !!!*

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial