અલગ સી રૌશની પરદે પેં લાએગા, 'સિતારા' ઇક નયા અબ ઝિલમિલાએગા
જામનગરમાં નવું મલ્ટીપ્લેક્ષ બનવા જઇ રહૃાુ છે. મહાનગરોથી નાના શહેરોમાં મિડલ ક્લાસ માટે એફોર્ડેફલ મલ્ટીપ્લેક્ષ તરીકે લોકપ્રિય થયેલ 'સિતારા' મલ્ટીપ્લેક્ષ હવે શહેરમાં સાકાર થવાનું છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલ શહેરનાં હિતેશભાઇ સવજાણી તથા તેમનાં પાર્ટનર જાણીતા બોલીવુડ ફિલ્મ નિર્માતા પ્રદિપ ઉર્ફે ટુટુ શર્મા સાથે 'નોબત' ની ટીમ દ્વારા ખાસ વાર્તાલાપ કરી સમગ્ર પ્રોજેક્ટ અંગે વાત કરવામાં આવી હતી.
હિતેશભાઇ સવજાણી ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલ છે અને હવે એન્ટરટેઇન્મેન્ટ ક્ષેત્રે પણ ઝંપલાવી રહૃાા છે. તેમનાં આમંત્રણને માન આપીને મલ્ટીપ્લેક્ષ પ્રોજેક્ટ સંદર્ભે ટુટુ શર્મા જામનગર આવ્યા હતા અને ખોડીયાર કોલોની સ્થિત પાપા લુઇઝ પિત્ઝાનું આતિથ્ય માણ્યું હતુ. આ તકે તેમની સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.
ટુટુ શર્મા અને હિતેશભાઇ સવજાણી શહેરમાં ગ્રીનસિટી વિસ્તારમાં 'સિતારા' નામનું મલ્ટીપ્લેક્ષ તૈયાર કરી રહૃાા છે.જેમાં પોપ કોર્ન વગેરે ફૂડ આઇટમ્સ યોગ્ય કિંમતે મળશે અર્થાત મિડલ ક્લાસને ધ્યાનમાં રાખીને વ્યાજબી દરે મનોરંજન પીરસરવાનાં કોન્સેપ્ટ સાથે આ પ્રોજેક્ટ આગળ વધારવામાં આવી રહૃાો છે. અનેક શહેરોમાં આ પ્રોજેક્ટ હિટ રહૃાો છે. જેને પગલે જામનગરમાં પણ તેની સફળતાની આશાઓ જાગી છે.
હિતેશભાઇનાં જણાવ્યાનુસાર આ મલ્ટીપ્લેક્ષ ૩ સ્ક્રીનવાળુ હશે. તેમજ તેમાં સેલ્ફી પોઇન્ટ-ગેમ ઝોન જેવી મનોરંજનની અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે.
નિયત, મર મિટેંગે જેવી ૮૦ નાં દાયકાની પ્રશંસનીય ફિલ્મો તથા નવા મિલેનીયમમાં પાંચ, વન નાઈટ સ્ટેન્ડ અને બ્લર જેવી ફિલ્મોનાં નિર્માતા રહી ચૂકેલ ટુટુ શર્મા પ્રસિદ્ધ અભિનેત્રી પદ્મીની કોલ્હાપુરેનાં પતિ છે. પદ્મીની કોલ્હાપુરે પણ આ આ મલ્ટીપ્લેક્ષ ચેઇનનાં એક પ્રમોટર કે આઇડોલ તરીકે કાર્ય કરે છે.
ટુટુ શર્માએ આ તકે તેમનાં અમુક આગામી પ્રોજેક્ટ વિશે પણ વાત કરી જેમાં ગોલ્ડન એરાની પ્રસિદ્ધ અભિનેત્રી 'મધુબાલા' નાં જીવન આધારીત બાયોગ્રાફી તથા અન્ય ફિલ્મ સહિત ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સાથેનાં એક પ્રોજેક્ટ વિશે પણ વાત કરી હતી. તેમણે પોતાની આગમી ફિલ્મ અને જામનગરનાં સિતારા મલ્ટીપ્લેક્ષનું નિર્માણ એક સાથે પૂર્ણ થાય એવી આશા અભિવ્યક્ત કરી નવા મલ્ટીપ્લેક્ષનો શુભારંભ તેમની જ ફિલ્મથી થાય એવાં સુખદ સંયોગની કામના કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial