Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

વાઈ-ફાઈ પછી હવે લાઈ-ફાઈ ટેકનોલોજી... હાઈ-ફાઈ લાઈફ સ્ટાઈલ... હાઈ પ્રોફાઈલ ઈલેકશન...

                                                                                                                                                                                                      

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રમ્પના ટેરિફના કારણે સંબંધો ભલે વણસેલા હોય, પરંતુ ભારતમાં એક અમેરિકન કંપનીએ જંગી મૂળી રોકાણ કરવાની જાહેરાત કર્યા પછી એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું આ ભારત અને અમેરિકા સરકારો વચ્ચેની બેકડોર ગૂપ્ત ડીલનું પરિણામ હશે કે અમેરિકન ઉદ્યોગપતિની ભારત પર વિશ્વસનિયતા અને હિંમતના કારણે આ જાહેરાત થઈ હશે ?

બીજી તરફ એક ઈન્ડિયન કંપની દ્વારા અમેરિકામાં "લાઈ-ફાઈ" નેટવર્ક સ્થાપિત કરાયું હોવાના અહેવાલોએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું  છે, કારણ કે આપણે "વાઈ-ફાઈ" નેટવર્કથી પરિચિત છીએ પણ "લાઈ-ફાઈ" ટેકનોલોજીની બહુ ચર્ચા થતી નથી. ભારતની એક કંપનીએ આ અંગ્રેજી પેટન્ટ અને અમેરિકન કંપની સાથે આ ભારતીય કંપનીએ પાર્ટનરશીપ કરીને "લાઈ-ફાઈ" નેટવર્ક અમેરિકામાં લોન્ચ કર્યું છે, જેને ભારતની સિદ્ધિ તથા ભારતીય અદ્યતન ટેકનોલોજી સેકટરનું ગૌરવ ગણાવાઈ રહ્યું છે.

આ બંને ટેકનોલોજીના ડિફરન્સ વિશે પણ લોકોને કુતૂહલ જાગ્યું છે અને તે અંગે સરળ ભાષામાં સમજ પણ અપાઈ રહી છે. વાઈ-ફાઈ ઈન્ટરનેટમાં રેડિયો ફ્રિકવન્સીનો ઉપયોગ કરીને ડેટા ટ્રાન્સફર થાય છે, જ્યારે લાઈ-ફાઈમાં લાઈટ એટલે કે પ્રકાશ આધારિત ઈન્ટરનેટ ડેટા ટ્રાન્સફર થાય છે. વાઈ-ફાઈ વ્યાપક છે, જ્યારે લાઈ-ફાઈ લિમિટેડ છે, તો બીજી તરફ ઝડપી વાઈ-ફાઈ કરતા પણ લાઈ-ફાઈ વધુ ઝડપી છે. ટૂંકમાં કૃત્રિમ પ્રકાશની પહોંચ સુધી જ આ ઈન્ટરનેટ કામ કરી શકે છે, તેથી શાળા-કોલેજો, હોસ્પિટલો, ઓફિસ સંકુલો, એરપોર્ટ તથા પ્રતિબંધાત્મક વિસ્તારો ધરાવતા સ્થળોમાં આ ઈન્ટરનેટ વધુ ઝડપી સેવાઓ આપી શકે છે. જો કે, આ નવી ટેકનોલોજી આધારિત લિમિટેડ ઈન્ટરનેટ સેવા લાઈ-ફાઈ હજુ વાઈ-ફાઈનો વિકલ્પ બની શકે તેમ નથી. પરંતુ ઝડપી હોવાથી ઘણાં લિમિટેડ વિસ્તારોને આવરી લઈને વાઈ-ફાઈ પરનું ભારણ ઘટાડી શકે તેમ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ બંને ઈન્ટરનેટ ટેકનોલોજી ઝડપી છે, પરંતુ એક ની ઝડપ કરતા બીજાની ઝડપ વધુ છે, પરંતુ તેનો વ્યાપ ઓછો છે. બંનેનું મહત્ત્વ અલગ-અલગ છે, અને ઉપયોગી છે.

અત્યારે લોકોની લાઈફ સ્ટાઈલ હાઈ-ફાઈ બની રહી છે. જૂના જમાનામાં જે કામમાં કલાકો લાગી જતા હતા, તે હવે થોડી સેકન્ડોમાં જ થવા લાગ્યું છે, અને ઈન્ટરનેટની ઝડપના પરિમાણો ઝડપભેર બદલી રહ્યા છે. તેથી મર્યાદિત સંકુલોમાં વાઈ-ફાઈથી પણ ઝડપી આ ઈન્ટરનેટ સર્વિસ ઘણાં લોકોની હાઈ-ફાઈ લાઈફ સ્ટાઈલમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ હોવાની તાર્કિક ચર્ચા પણ થઈ રહી છે.

"લાઈ-ફાઈ" નામકરણ લાઈટ આધારિત ઈન્ટરનેટ ટેકનોલોજી હોવાથી થયું હશે, તથા વાઈ-ફાઈ, હાઈ-ફાઈ પછી હવે લાઈ-ફાઈ શબ્દિકરણ પણ પ્રચલીત બની રહ્યું છે, પરંતુ "લાઈ-ફાઈ" શબ્દોનો રાજનીતિના ક્ષેત્રમાં પણ જે રીતે વ્યંગાત્મક ઉપયોગ થવાનો છે, તે વાઈ-ફાઈ કરતા પણ અનેકગણો ઝડપી હશે, તેવું કટાક્ષમાં કહી શકાય, કારણકે ગઈકાલે ચૂંટણીપંચે બિહારની ચૂંટણી તથા કેટલાક રાજ્યોની ખાલી પડેલી કેટલીક વિધાનસભાની પેટા ચૂંટણી માટે તારીખો જાહેર કરી છે, અને તેનો જોરદાર પ્રચાર પણ શરૂ થઈ ગયો છે. આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે.

બિહારની ચૂંટણીને હાઈ-ફાઈ ઈલેકશન પણ કહેવામાં આવી રહ્યું છે, કારણ કે આ ચૂંટણી પહેલા જ એસઆઈઆર નો મુદ્દો ઉછળ્યો હતો અને જબરદસ્ત વિવાદ થયો હતો. મતદાર યાદી સુધારણાનો આ મુદ્દો સુપ્રિમકોર્ટ સુધી પડઘાયો હતો, તેથી આ ચૂંટણીનું મહત્ત્વ ઘણું જ વધી જાય છે.

બીજી તરફ ચૂંટણીપંચે આ વખતે ૧૭ જેટલા સુધારાઓ ચૂંટણી પ્રક્રિયાને સાંકળીને જાહેર કર્યા છે, તે પણ દૂરગામી બનવાના છે, કારણ કે આ સુધારાઓ ભવિષ્યમાં દેશવ્યાપી બનવાના છે. આ સુધારાઓ ચૂંટણીઓને વધુ ટ્રાન્સપરન્ટ અને સુવિધાજનક બનાવવા માટે અમલી બનાવાયા હોવાનો ચૂંટણીપંચ દાવો કરી રહ્યું છે. અને તે સંદર્ભે રાજકીય પક્ષો પણ અભ્યાસ કરીને પર્યાપ્ત પ્રતિભાવો આપશે, તેવું લાગે છે.

આ હાઈ-ફાઈ ચૂંટણીમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા પણ વધશે. વાયદાઓ-વચનોની લ્હાણી થશે. દાવા પ્રતિદાવા, કાવાદાવા, આક્ષેપો-પ્રતિઆક્ષેપો, નિવેદનબાજી, સુત્રોચ્ચારો, રેલીઓ અને ભાષણો, જાહેરસભાઓ ઉપરાંત પ્રિન્ટ, ઈલેકટ્રોનિક અને સોશ્યલ મીડિયામાં પણ આ "લાઈ-ફાઈ" પ્રચાર થવાનો કટાક્ષ થઈ રહ્યો છે. અહીં "લાઈ-ફાઈ" શબ્દોમાં "લાઈટ" નહીં પણ "લાઈ" એટલે કે જુઠાણાના અર્થમાં કટાક્ષ કરાયો છે, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હાઈ-પ્રોફાઈલ ચૂંટણીમાં લાઈ-ફાઈ પ્રોપગન્ડા એટલે કે જુઠ્ઠાણા અને જુમલાઓ આધારિત રાજકીય પ્રચાર ખૂબ જ વ્યાપક રીતે થવાનો છે, જેની ઝડપ વાઈ-ફાઈ કરતાં પણ વધુ હશે, અને વાયરલેસ નેટવર્કીંગને પણ પાછળ છોડી દેશે !

આ તરફ ગુજરાત ભાજપમાં હાઈ-પ્રોફાઈલ ડ્રામા શરૂ થઈ ગયો છે, પ્રદેશ પ્રમુખ પદે ઓબીસી નેતાને સ્થાપિત કર્યા પછી સી.આર.પટેલે ગોઠવેલું પ્રદેશ ભાજપનું માળખુ બદલાય અને વિશ્વકર્મા પ્રદેશ ભાજપની ઈમારતનું નવેસરથી નિર્માણ કરે છે કે પછી ઈમારતના મોરા (આગળના ભાગ)નું કલરકામ કરીને કામ ચલાવે છે, તે જોવાનું રહે છે. હાલના વડાપ્રધાન જ્યારે પહેલી વખત મુખ્યમંત્રી બન્યા, તે તારીખને સાંકળીને કોઈ સેવાકીય અઠવાડિયા-પખવાડિયા ઉજવાય, તે સારી વાત છે, પરંતુ વિપક્ષના નેતાઓ તથા વ્યંગકારો એવો વ્યંગ પણ કરી રહ્યા છે કે હવે ""પહેલું" ભાષણ કર્યું હોય કે પહેલી વખત મતદાન કર્યું હોય, તેવા નેતાઓને સાંકળીને પણ વ્યાપક પ્રચાર-પ્રસાર કરવો જોઈએ, કારણ કે જનતાને બધું જ જાણવાનો અધિકાર છે જ ને ?!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial