Sensex

વિગતવાર સમાચાર

જામનગરમાં 'નવા' બનેલા નહેરવાળા રસ્તામાં થીંગડાં મારવા પડયા

સ્વદેશી ચળવળ વચ્ચે વિકાસકાર્યોની ગુણવત્તા 'ચાઈનીઝ' આઈટમ જેવી !

                                                                                                                                                                                                      

જામનગરમાં દિગ્વિજય પ્લોટ ૭ નંબરથી તળાવની પાળ તરફ જતો નહેરવાળો રસ્તો નહેરનાં સમારકામ અર્થે મહિનાઓ બંધ રહૃાો હતો. અનેક વખતનાં વિલંબ પછી નવો બનેલો રસ્તો તાજેતરમાં જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પરંતુ એક ચોમાસુ કે એક ઋતુ તો દૂરની વાત કહેવાય માત્ર ગણતરીનાં દિવસોમાં આ રસ્તા પર થીંગડા મારવા પડ્યા છે એ તેની ગુણવત્તા પર સવાલ ઉભા કરે છે.થોડા દિવસ પહેલા જ અહી એક થીંગડુ મારવામાં આવ્યુ હતુ એ પછી ફરી એક જગ્યાએ બીજું થીંગડુ મારવાની ફરજ પડી છે ત્યારે આ રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચારની પણ આશંકા ભૂગર્ભમાંથી સપાટી પર આવી છે એમ કહી શકાય.હાલમાં દેશમાં સ્વદેશી ચળવળ ચાલી રહી છે ત્યારે શહેરમાં થતા વિકાસકાર્યોની ગુણવત્તા 'ચાઇનીઝ' આઇટમ જેવી અર્થાત તકલાદી હોવાની ઘટનાઓ દાવાઓ અને હકીકત વચ્ચેનાં 'ભ્રષ્ટાચારી ભેદ' તરફ ઈશારો કરી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial