Sensex

વિગતવાર સમાચાર

ઓખામાં બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા બાર એસો.ના પ્રમુખ દ્વારા માગણી

લઠ્ઠાકાંડ સર્જાવાની શક્યતા વચ્ચે નક્કર પગલાંની જરૂરઃ

                                                                                                                                                                                                      

ઓખા તા. ૯: ઓખા પંથકમાં દેશી દારૂના હાટડા સામે ઓખાના એક વકીલ દ્વારા કડક કાર્યવાહીની પોલીસ પાસે માગણી કરવામાં આવતા ચકચાર જાગી છે. આ એડવોકેટ બાર એસો.ના પ્રમુખ હોવાથી આ મામલે હવે નક્કર કાર્યવાહી થશે તેમ લાગી રહ્યું છે.

ઓખામાં દારૂબંધીના ધજાગરા એ નિયમિત પ્રકાશમાં આવતી ઘટના જેવું કહી શકાય. દેશી દારૂના હાટડાઓ વિશે અનેક વખત સમાચારો પ્રકાશિત થઈ ચૂક્યા છે અને પોલીસ દર વખતે નામ પૂરતી કાર્યવાહી કરતી હોય એવું ચિત્ર સામે આવે છે. ત્યારે હવે આ મુદ્દે ઓખા બાર એસોસિએશનના પ્રમુખ મેદાને પડતા કડક કાર્યવાહીની આશા જાગી છે.

ઓખા બાર એસો.ના પ્રમુખ વકીલ રવુભા માલાભા માણેક દ્વારા દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકો વિરૂદ્ધ પોલીસને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે જેમના પર આરોપ લાગ્યો છે એ લોકો માથાભારે હોવાની તથા ઓખા મરીન પોલીસ સ્ટેશન તથા મીઠાપુર પોલીસ સ્ટેશનમાં તેમના વિરૂદ્ધ ગુન્હાઓ નોંધાયેલા હોય અને ઓખા તથા દ્વારકાની અદાલતોમાં પણ કેસ ચાલી રહ્યા હોય, લાંબો ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા હોવાની રજૂઆત સાથે તમામ વિરૂદ્ધ પાસા અંતર્ગત કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.

ડાલ્ડા બંદર, આર.કે. જેટી, મોરી જેટી વગેરે વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ થતું હોય. મોટેભાગે ગરીબ-મધ્યમ વર્ગના લોકો આ વ્યસનનો ભોગ બની રહ્યા છે જેને કારણે તેઓ આર્થિક રીતે પણ પાયમાલ થવાની સાથે જ દેશી દારૂમાં કેમિકલના કથિત ઉપયોગની સંભાવનાથી ક્યારેક લઠ્ઠાકાંઠ સર્જાવાની પણ ભીતિ રહેલી છે. જેને પગલે આ મુદ્દે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, હાલ રાજકોટ રેન્જ આઈજી દ્વારા દ્વારકા પંથકના દરિયાકાંઠે વાર્ષિક ઈન્સ્પેક્શન ચાલુ છે ત્યારે જ આવી ફરિયાદથી પોલીસની કથિત ઢીલી નીતિ સામે પણ સવાલ ઉદભવે છે. ખુદ બાર એસો.ના પ્રમુખ મેદાન પડતા આ પ્રકરણ ગરમાયું છે અને હવે નક્કર કાર્યવાહી થાય તેની રાહ જોવાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial