ગ્રેઈન માર્કેટમાં વૃદ્ધના ખિસ્સામાંથી મોબાઈલ સેરવાયોઃ
જામનગર તા. ૯: કાલાવડના દાણીધાર ગામમાં એકાદ મહિના પહેલાં યોજાયેલા એક ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવા માટે રાજકોટના લાપાસરી ગામથી આવેલા સાસુ-વહુના ગળામાંથી કોઈ વ્યક્તિઓ સોનાની માળા અને મંગળસૂત્ર સેરવી ગયા છે. છ તોલા વજનના સોનાના દાગીનાની ચોરીની ફરિયાદ કરાઈ છે. જ્યારે ગ્રેનઈ માર્કેટમાં એક વૃદ્ધના ખિસ્સામાંથી ત્રણ સપ્તાહ પૂર્વે મોબાઈલ સેરવાઈ ગયો છે.
કાલાવડ તાલુકાના દાણીધાર ગામમાં નાથજી દાદાના મંદિરે ગઈ તા.૧૧ સપ્ટેમ્બરે યોજવામાં આવેલા શ્રાદ્ધોત્સવમાં રાજકોટ જિલ્લાના લાપાસરી ગામના કુલદીપસિંહ પ્રતાપસિંહ ભટ્ટી નામના ખેડૂતના પરિવારના સભ્યો ભાગ લેવા માટે આવ્યા હતા. જ્યાં જામેલી ભીડમાં કોઈ વ્યક્તિઓએ કુલદીપસિંહના માતાના ગળામાંથી ત્રણેક તોલા વજનની સોનાની માળા તેમજ તેમના પત્ની કાજલબાના ગળામાંથી ત્રણેક તોલાનું સોનાનું મંગળસૂત્ર સેરવી લીધુ હતંુ.
કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં કુલદીપસિંહે કુલ રૂ.૧ લાખ ૨૦ હજારના મંગળસુત્ર તથા માળાની ચોરી કરી જવા અંગે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ આર.બી. ઠાકોરે ગુન્હો નોંધી તપાસ આદરી છે.
મૂળ કચ્છના ભુજમાં જાદવજીનગરમાં રહેતા અને હાલમાં મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ટાઉનશીપમાં વસવાટ કરતા મધુકાંત મનસુખલાલ લાલપુરા નામના બૌંતેર વર્ષના વૃદ્ધ ગઈ તા.૨૧ સપ્ટેમ્બરની સવારે ખરીદી કરવા માટે જામનગર આવ્યા હતા.
આ વૃદ્ધ ગ્રેઈન માર્કેટમાં એક દુકાન પાસે હતા ત્યારે તેમનો ઓપો કંપનીનો એફ-ર૭ પ્રો મોડેલનો મોબાઈલ કોઈ શખ્સ કાઢી ગયો હતો. સિટી બી ડિવિઝનમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial