Sensex

વિગતવાર સમાચાર

જામનગરમાં ગુજરાતી ફિલ્મ 'લાલો'નું સ્પેશિયલ સ્ક્રીનીંગઃ નગરની રિવા રાચ્છ સહિતના કલાકારોએ ઝીલ્યો દર્શકોનો પ્રેમ

હૃદય સે જબ પુકારતે, 'કૃષ્ણ સદા સહાયતે'

                                                                                                                                                                                                      

તાજેતરમાં ગુજરાતી ફિલ્મ 'લાલો'- 'કૃષ્ણ સદા સહાયતે' સિનેમાઘરોમાં રિલિઝ થઈ છે. અંકિત સખિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શ્રૃહદ ગોસ્વામી, કરણ જોષી અને અભિનેત્રી રિવા રાચ્છ મુખ્ય ભૂમિકાઓમાં છે. રિવા રાચ્છ નગરની જ અભિનેત્રી છે, ત્યારે ગઈકાલે મેહુલ સિનેમેક્સમાં 'લાલો' ફિલ્મનું મુખ્ય કલાકારોની ઉપસ્થિતિમાં સ્પેશિયલ સ્ક્રીનીંગ યોજાયું હતું અને ત્રણેય મુખ્ય કલાકારોએ દર્શકો સાથે ફિલ્મ નિહાળી દર્શકોનું અભિવાદન અને પ્રેમ ઝીલ્યા હતાં.

આ તકે 'નોબત' સાથેની વાતચીતમાં રિવા રાચ્છે ફિલ્મની વિશેષતાઓ વિશે વાત કરી હતી અને સમગ્ર પ્રોજેક્ટને યાદગાર ગણાવ્યો હતો.

શ્રૃહદ ગોસ્વામીએ ફિલ્મમાં એક સામાન્ય માણસનું જીવન શ્રી કૃષ્ણના પ્રવેશથી અસાધારણ બનવાની વાતને કેટલી રસપ્રદ રીતે વર્ણવી છે એ અંગે ચિતાર આપ્યો હતો.

કરણ જોષીએ ફિલ્મની થીમને યુનિક ગણાવી ફિલ્મ આધ્યાત્મિક છતાં તમામ રીતે મનોરંજક હોવાની વાત કહી હતી.

ફિલ્મ જૂનાગઢમાં શૂટ થઈ છે, ત્યારે તેના અનુભવ વિશે પણ કલાકારોએ ખાસ વાતો કરી હતી. આ તકે દર્શકોએ પણ ફિલ્મને ઉત્તમ પ્રતિસાદ આપ્યો હતો. એક મહિલા દર્શકે તો ફિલ્મને તમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપનારી ફિલ્મ ગણાવી હતી.

અંતમાં નગરની કલાકાર રિવા રાચ્છે આ અનોખી ફિલ્મને અચૂક નિહાળવા નગરજનોને અનુરોધ કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial