Sensex

વિગતવાર સમાચાર

ધ્રોલમાં બાઈક આડું રાખી યુવાનને આતરી લઈ બે શખ્સે કર્યાે હુમલો

બેડી નાકા પાસે દુકાન ધરાવતા પિતા-પુત્ર સામે રાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: ધ્રોલના ગાયત્રીનગરમાં એક યુવાનના બાઈકને રસ્તામાં રોકી બે શખ્સે ગાળો ભાંડ્યા પછી એક શખ્સે ધોકો ફટકાર્યાે હતો અને બીજાએ છરી બતાવી હતી. જ્યારે બેડી નાકા પાસે બાજુ બાજુમાં દુકાન ધરાવતા પાડોશીઓ વચ્ચે ડખ્ખો થયો હતો. એક મહિલાએ પિતા-પુત્ર સામે ગાળો ભાંડ્યાની ફરિયાદ નોંધાવી છે.

ધ્રોલના ગાયત્રીનગરમાં રહેતા ફારૂકભાઈ ગફારભાઈ જુણેજા ગયા શુક્રવારે પોતાના બાઈક પર જતા હતા ત્યારે નાસીર ઓસમાણ મકવાણા, રઝાક સુલતાન મકવાણા નામના શખ્સોએ પોતાનું બાઈક આડુ રાખી ફારૂકભાઈને રોક્યા પછી ગાળો ભાંડી ધમકી આપવા ઉપરાંત રઝાકે ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો. નાસીરે પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી ધમકી આપી હતી. ધ્રોલ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.

જામનગરના બેડી નાકા પાસે નાસ્તાનો પાર્સલ પોઈન્ટ ચલાવતા હર્ષાબેન હરીશભાઈ રાઠોડે બાજુમાં દુકાન ધરાવતા નિલેશ રસીકભાઈ ખેતાણી, રાહુલ નિલેશભાઈ ખેતાણી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તેઓના જણાવ્યા મુજબ ઉપરોક્ત પિતા-પુત્રએ અમારી સામે ખોટી અરજી કેમ કરો છો તેમ કહી ગાળો ભાંડી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial