
સુરક્ષા એજન્સી દ્વારા વિગતો અપાય તેની જોવાતી રાહઃ
ઓખા તા. ૭: ઓખાના દરિયાકાંઠેથી માછીમારી માટે રવાના થયેલી વણાંકબારાની એક બોટ પર આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક નાપાક સુરક્ષા એજન્સી દ્વારા ફાયરીંગ કરાયું હોવાની ચર્ચા વહેતી થઈ છે. આ મુદ્દે સંબંધિત સુરક્ષા તંત્રો દ્વારા શું વિગતો આપવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે.
ભારતીય જળસીમામાં માછીમારી કરતા કરતા કેટલાક માછીમારો ભૂલથી કે અમૂક વખત જાણી જોઈને આંતરરાષ્ટ્રીય જળસીમા સુધી પહોંચી જતા હોય છે. તેવા સંજોગોમાં પાડોશી દેશ દ્વારા તેમના પર ફાયરીંગ કરવાની કે આવી માછીમારી બોટો પકડી લેવા પ્રવૃત્તિ કરાતી હોય છે.
તે દરમિયાન ઓખાથી થોડા દિવસ પહેલા રવાના થયેલી દીવ નજીકના વણાંકબારાની માછીમારી બોટ ગઈકાલે આંતરરાષ્ટ્રીય જળસીમા સુધી પહોંચ્યા પછી તે બોટ પર ફાયરીંગ થયાની ચર્ચા વહેતી થઈ છે. જો કે, હજુ તેને સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી.
પાડોશી નાપાક દેશ દ્વારા આ પ્રકારની હરકત કરવામાં આવી હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે ત્યારે સંબંધિત સુરક્ષા તંત્ર દ્વારા સત્તાવાર રીતે શંુ જણાવવામાં આવે છે તેની રાહ જોવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial