Sensex

વિગતવાર સમાચાર

ખંભાળીયાના વોર્ડ નં.૧ માં છલકાતી ગટરો અને ખરાબ રસ્તા અંગે રજૂઆત

ન.પા.ના વિપક્ષ સભ્ય દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૮: ખંભાળીયા નગરપાલિકાના વોર્ડ નં. ૧ ના વિપક્ષી મહિલા સદસ્ય લાખીબેન આલાભાઈ પતાણીએ ખંભાળીયા પાલિકાના ચીફ ઓફિસરને વોર્ડ નં. ૧ ની સમસ્યાઓ અંગે વિસ્તૃત રજૂઆતો કરીને તાકીદે નિરાકરણ લાવવા માંગણી કરી છે.

તેમણે જણાવેલ કે વોર્ડ. નં. ૧ના વિસ્તારોમાં રોજ ગટરો છલકાય છે, જેથી અનેક સ્થળે ગંદુ પાણી ફેલાતા ગંદકી થાય છે અને ગટરોના મોઢા પાસે તથા પાણીની નાલીઓ પણ છલકાતી હોય તે પણ રોજ સાફ કરવાની જરૂર છે.

વોર્ડ નંં. ૧ માં અનેક રસ્તાઓ એવા છે કે ચોમાસામાં જર્જરીત થઈ ગયા છે તથા ખાડાઓ પડી જતા વાહન ચાલકો, રાહદારીઓ તથા વૃદ્ધો અને બાળકોને સમસ્યા રહે છે. પણ રસ્તાઓ રીપેરીંગ કે નવા બનતા નથી.

વોર્ડ-૧ માં સફાઈ કામદારોની પુરતી સંખ્યા પણ ના હોવાથી સફાઈ માં અવ્યવસ્થા થાય છે જેથી સફાઈ કર્મીઓની સંખ્યામાં વધારો કરવાની સાથો સાથ ગટરો છલકાવી, નાલીયો ભરાવી વિગેરે બાબતે પણ ચોક્કસ કર્મચારીને ફાળવવા જેથી ગંદકી ના રહે.

વોર્ડ-૧ માં ખામનાથ સોસાયટી પાસે રાજધાની હોટલની બાજુમાં એક વર્ષો જુના મકાનની છત જર્જરીત અને ગમે ત્યારે પડે તો મોટો અકસ્માત થવાનો સંભવ હોય તે બાબતે પણ તુરંત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વોર્ડ-૧ પછાત વિસ્તાર હોય, ગરીબ મજુરો તથા સામાન્ય પરિવારો વધુ રહેતા હોય, તેમના માટે આવા પ્રશ્નોથી પરેશાની થતી હોય, તાકીદે ઉકલેની માંગ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial