Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

નોટબંધીના નવ વર્ષઃ એક હજારની ચલણી નોટો ભૂલાઈઃ બે હજારવાળી નોટ અદૃશ્ય

વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ અને દેશ ચોંકયો

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૮: નોટબંધીના ૯ વર્ષ પૂરાં થયા છે, ત્યારે ૧૦૦૦ રૂપિયાની નોટ લોકો જાણે ભૂલી ગયા છે. એ દરમિયાન ૨૦૦૦ની નોટ આવી અને જતી પણ રહી છે.

આજે ૮ નવેમ્બર ૨૦૨૫ના, દેશના ઈતિહાસના એક ઐતિહાસિક અને આઘાતજનક આર્થિક નિર્ણય, નોટબંધીને નવ વર્ષ પૂર્ણ થયા છે. ૮ નવેમ્બર, ૨૦૧૬ના દિવસે રાત્રે ૮ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક રાષ્ટ્રજોગ સંબોધન કરીને ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોને તાત્કાલિક અસરથી બંધ કરવાની જાહેરાત કરી હતી, જેનાથી સમગ્ર દેશ ચોંકી ગયો હતો. નોટબંધીના આ નિર્ણયે દેશની અર્થવ્યવસ્થા, બજાર અને સામાન્ય માણસથી લઈને ખાસ વ્યક્તિ સુધીના જીવનને હચમચાવી દીધું હતું.

એ પછી સિસ્ટમમાં રોકડની તીવ્ર અછત થતા, લોકોને ઝડપથી રાહત આપવા માટે આરબીઆઈ દ્વારા પ્રથમ વખત ૨૦૦૦ની નોટ જાહેર કરવામાં આવી હતી. જોકે, આ ત્યાર બાદ પણ મહિનાઓ સુધી લોકો રોકડ મેળવવા માટે બેન્ક અને એટીએમની બહાર કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર હતા. એ પછી ૧૦ નવેમ્બર ૨૦૧૬ના  ૫૦૦ રૂપિયાની નવી નોટ અને વર્ષ ૨૦૧૭માં ૨૦૦ રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવી હતી. મે, ૨૦૨૩માં આરબીઆઈએ ૨૦૦૦ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી, પરંતુ તે હજુ પણ તે હજુ સુધી લીગલ ટેન્ડર તરીકે માન્ય છે.

મોદી સરકારનો મુખ્ય દાવો હતો કે, નોટબંધીનો હેતુ કાળા નાણા, આતંકવાદના ફંડિંગ અને નકલી ચલણ પર લગામ લગાવવાનો છે. જોકે, આંકડાઓ દર્શાવે છે કે બંધ કરાયેલા આશરે રૂ. ૧૫.૪૪ લાખ કરોડમાંથી રૂ. ૧૫.૩૧ લાખ કરોડ બેન્કિંગ સિસ્ટમમાં પાછા ફર્યા હતા, એટલે કે ૯૯% થી વધુ નાણા 'સફેદ' બની ગયા. નકલી નોટોનું પ્રમાણ ઘટ્યું, પણ સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી. જો નોટબંધીની કોઈ સૌથી મોટી અને સકારાત્મક ઉપલબ્ધિ હોય, તો તે દેશમાં આવેલી ડિજિટલ પેમેન્ટની ક્રાંતિ છે. પેટીએમ,ફોનપે, ગુગલપે જેવી યુપીઆઈ એપ્સે ગામડે-ગામડે લેવડ-દેવડની રીત બદલી નાખી. આજે યુપીઆઈ દ્વારા રોજના લગભગ ૧૪ કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન થાય છે, જે ૨૦૧૬ની તુલનામાં ૧૦૦૦ ગણાથી પણ વધુ છે. નોટબંધી દરમિયાન રોકડની અછતના કારણે નાના દુકાનદારોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી તમામ વર્ગોમાં કયુઆર કોડ દ્વારા પેમેન્ટ ઝડપથી લોકપ્રિય થયું.

નોટબંધીના કારણે નાના ઉદ્યોગો, રોકડ-આધારિત સેક્ટર અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને મોટો આંચકો લાગ્યો હતો. નાના ઉદ્યોગોને પાટા પર આવતા ઘણાં વર્ષો લાગ્યા. જાણકારો માને છે કે નોટબંધીને કારણે જીડીપીમાં પણ ઘટાડો નોંધાયો હતો. કાળું નાણું ખતમ થયું કે નહીં, તે મુદ્દે રાજકીય ઘમસાણ હજુ પણ શરૂ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial