
દિવાળીના તહેવારો ૫ૂરા થાય એટલે મોર્નિંગ વોકની સિઝન ચાલુ થાય. આ વર્ષે આપણા ઉપર ઇન્દ્રદેવની કૃપા થોડી વિશેષ રહી. દિવાળી પછી પણ વરસાદ ચાલુ રહ્યો, કદાચ ઇન્દ્રદેવતા વરસાદના નળ બંધ કરવાનું ભૂલી ગયા હશે...!!
આજકાલ મોર્નિંગ નો ખૂબ જ ક્રેઝ છે. દુનિયા આખી તેની ભલામણ કરે છે, અને ડોક્ટરો પણ તેનો સપોર્ટ કરે છે. શિયાળાની સવારે મોબાઇલમાં વોટ્સએપ ખોલતા તો એવું જ લાગે છે કે જાણે મોર્નિંગ વોક એ તો જીવનનું અમૃત છે અને મોર્નિંગ કરવાથી તો માણસને અમરત્વ પ્રાપ્ત થઈ જશે...!
મોર્નિંગ વોક અંગેની આ બધી જ વાતો સાચી. હું પણ માનું છું કે મોર્નિંગ વોક કરવાથી ફાયદો થાય.. આપણી તબિયત પણ સુધરે. પરંતુ તેના માટે વહેલી સવારે ૫.૩૦ વાગે ઉઠવું પડે, એટલે કે આપણી વહેલી સવારની મીઠી નીંદર બગડે તેનું શું ?
શિયાળાની વહેલી સવારે એલાર્મ ક્લોક સાથે તમારૃં મોટું દંગલ છેડાઈ જાય તો તમે જ કહો કે કોણ જીતશે ? સવારે ૫.૩૦ વાગ્યે એલાર્મ ક્લોક તેના કર્કશ અવાજે તમને પ્રેમથી જગાડશે અને કહે છે કે, *ઉઠો, જલદી ઉઠો. મોર્નિંગ વોક નો સમય થઈ ગયો છે..*
આટલું સાંભળતા જ તમારૃં શરીર કહેશે કે, *નહીં, આજે નહીં. મોર્નિંગ વોક આવતીકાલથી શરૂ કરશુ..*
તે જ સમયે તમારો ગરમ ધાબળો પ્રેમથી ધીમા અવાજે કહેશે કે, *આઇ લવ યુ...!!*
બસ આટલું સંભળતા જ તમારો મોર્નિંગ વોકનો અદ્ભુત પ્રોગ્રામ એક અઠવાડિયું પાછો ઠેલાઈ જશે..
ચાલવું એ તો બચ્ચાનો ખેલ છે.. બિલકુલ સરળ. પરંતુ ચાલવા માટે સવારે ૫:૩૦ વાગ્યામાં ઉઠવાનું અને તળાવની પાળે જવાનું, એ જ સૌથી મોટી મુસીબત છે. અહીંથી જ ખરો કાર્ડિયાક પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે. હૃદય ની તબિયત સુધરવાને બદલે વધારે નાજુક થઈ જાય છે.
એક બુદ્ધિમાન માણસ ડોક્ટરની અને તેના જીમ ટ્રેનરની સલાહ અનુસાર રાત્રે સૂતા પહેલા સંકલ્પ કરે છે કે, આવતી કાલે સવારે હું વહેલો ઉઠીશ અને મોર્નિંગ વોક કરવા જઈશ.
પરંતુ સવાર થતા જ એલાર્મ સાંભળીને તેનું મગજ વિચારે ચડી જાય છે કે, સમજુ માણસ તો વર્તમાનમાં જ જીવે છે. ભવિષ્યના મોટા સપનાઓ પામવા માટે વર્તમાનમાં દુખી થતો નથી. શું મારે ભવિષ્યની તંદુરસ્તી માટે આજે મોર્નિંગ વોક કરવા જવું જોઈએ ? આવી ઠંડીમાં ?
આવી મીઠી મૂંઝવણમાં પડેલો તે બુદ્ધિજીવી ન તો મોર્નિંગ વોક કરી શકે છે કે નથી પૂરી નીંદર માણી શકતો.
આવી બધી મુસીબતોની વચ્ચે પણ મે મોર્નિંગ વોક કરવાનો સંકલ્પ કર્યો. દસ દિવસ સુધી વહેલા ઉઠવાની નિષ્ફળ કોશિશ કર્યા પછી આજે હું ખરેખર વહેલો ઉઠ્યો અને તળાવની પાળે મોર્નિંગ વોક કરવા પહોંચ્યો.
હજુ તો હું દસ મિનિટ ચાલ્યો એટલી વારમાં તો પાંચ સાત, ૮૦ વર્ષના જુવાનીયાઓ કદમતાલ કરતા કરતા, અને મારી સામું જોઈ હસતા હસતા, મારાથી આગળ નીકળી ગયા.
આ જોઈને મને લાલાની એક વાત યાદ આવી. લાલાને કોઈ મોર્નિંગ વોકનું કહે તો તે એક જ વાત કહે છે કે, *શિયાળામાં મોર્નિંગ વોક, કસરત કરવા માટે હોતું જ નથી. લોકો તો મોર્નિંગ વોક કરતા હોય છે પોતાની જાતને મજબૂત સાબિત કરવા માટે, અથવા તો પોતે કેટલું સહન કરી શકે છે તેનો વિલ પાવર બતાવવા માટે..!!
વિદાય વેળાએ : કોઈપણ વસ્તુ અનેક વાર માપો, માપણી સરખી જ આવે.
પણ માણસની માણસાઈ એક જ એવી ચીજ છે, જે જ્યારે પણ માપો ત્યારે, સમય મુજબ તેની માપણીમાં તફાવત બતાવે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial