જામનગર નિવાસી ઔ.સ. ઝાલાવાડી બ્રાહ્મણ હંસાબેન પ્રવિણચંદ્ર મહેતા (ઉ.વ.૮૧) તે પ્રવિણચંદ્ર અંબારામ મહેતાના પત્ની, શશીકાંતભાઈ અંબારામ મહેતાના ભાભી, જયેશભાઈ, વિષ્ણુભાઈ, સંજયભાઈ (લંડન), મહેશભાઈ (રાજકોટ), મેહુલભાઈ(રાજકોટ)ના માતા, સ્વ. ડો.ભરતભાઈ મહેતા (ગોંડલ)ના કાકી, મનીષભાઈ મહેતાના ભાભુ, સ્વ. પ્રતાપરાય મૂળશંકર રાવલ (રાજકોટ)ના બેનનું તા. ૨ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તથા ઉઠમણું તા. ૬ના શનિવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન લક્ષ્મીનારાયણ મંદિર વાડી, ગુલાબનગર, જામનગરમાં રાખેલ છે.