Sensex

વિગતવાર સમાચાર

ઓખા નેવલ સેન્ટરમાં ભારતીય નૌસેનાની ગરિમામય ઉજવણી

લડાઈ માટે તૈયાર, સંકલિત અને આત્મનિર્ભર ભારતની થીમ સાથે

                                                                                                                                                                                                      

દર વર્ષની જેમ આ વર્ષે પણ ૪ થી ડિસેમ્બરના ભારતીય નૌસેના દ્વારા નૌસેના દિવસની ગૌરવપૂર્ણ ઊજવણી કરવામાં આવી હતી. વર્ષ ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેનાના ઐતિહાસિક ઓપરેશન ટ્રાઈડેન્ટની સફળતાની યાદમાં નૌસેના દિવસની ઊજવણી કરાય છે. આ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાપોર્ટમાં આવેલ નેવલ સેન્ટ સહિત દેશભરમાં લડાઈ માટે તૈયાર, સંકલિત અને આત્મનિર્ભરની થીમ પર નૌસેના દિવસ ઉજવાયો હતો. આ થીમ મેક ઈન્ડિયા હેઠળ સ્વદેશી સંરક્ષણ પ્રણાલિઓને પ્રોત્સાહન આપે છે. આ વર્ષે ભારતીય નૌસેના દિવસે દેશના દરિયાકાંઠાની સુરક્ષા, દરિયાઈ હિતોનું રક્ષણ અને માનવતાવાદી સહાય મિશનોમાં નૌસેનાના અથાક યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. ભારતીય નૌસેના તેના આદર્શ વાક્ય 'શં નો વરૂણઃ' (જળના દેવતા વરૂણ અમારા માટે મંગલકારી રહો)ને ચરિતાર્થ કરી દેશ સેવા કરવા હંમેશાં તત્પર રહે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial