Sensex

વિગતવાર સમાચાર

ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલના પ્રતિનિધિ મંડળ સાથે ઉપમુખ્યમંત્રીની મુલાકાત

જ્વેલર્સના હિતો તથા રાજ્યકક્ષાની કમિટીની રચના અંગે કરી રજૂઆતઃ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. પઃ તાજેતરમાં ઓલ ઈન્ડિયા જેમ એન્ડ  જ્વેલરી કાઉન્સિલના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની મુલાકાત લીધી હતી, જેમાં સંસ્થાના અધ્યક્ષ રાજેશ રોકડે, ઉપાધ્યક્ષ અવિનાશ ગુપ્તા, ડીરેક્ટર સલીમ દાગીનાવાલા, રવિ શાહ, ભરત ઝવેરી, નેશનલ સેક્રેટરી મિતેશ ધોરડા જોડાયા હતાં.

આ મુલાકાત દરમિયાન કાઉન્સિલના પ્રતિનિધિ મંડળે જ્વેલર્સને અનાવશ્યક સતામણીથી બચાવવા ગુજરાત રાજ્ય સ્તરીય વિજિલન્સ કમિટીની રચના કરવા રજૂઆત કરી હતી.

આ તકે સંસ્થાના અધ્યક્ષ રાજેશ રોકડે જણાવ્યું હતું કે, 'ગુજરાત રાજ્ય વિજિલન્સ કમિટીની સ્થાપના એ એક ઐતિહાસિક પગલું સાબિત થશે, જેનાથી જ્વેલર્સ કોઈ સતામણીના ભય વિના કાર્ય કરી શકશે. સાથે જ અનુપાલન અને પારદર્શિતા જાળવી રાખી રાજ્ય સ્તરીય કમિટીની સાથે જિલ્લા અને શહેર સ્તરીય કમિટીઓ પણ રચશે, જેથી તળિયાના સ્તરે સહાય પૂરી પાડવામાં આવે અને જ્વેલર્સની ચિંતાઓ ઝડપથી ઉકેલાય. સભ્યો ઝવેરીભાઈ મંડાલિયા, ભરતભાઈ મંડાલિયા અને અવિભાઈ શાહનો આ મહત્ત્વપૂર્ણ બેઠક સુગમ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉપાધ્યક્ષ અવિનાશ ગુપ્તાએ ઉમેર્યુ કે આ પહેલા એક સંરચિત વ્યવસ્થા ઊભી કરશે જ્યાં જ્વેલર્સ અને સત્તાવાળાઓ હાથમાં હાથ મિલાવી એચઓપી તૈયાર કરશે અને સમસ્યાઓને સંયુક્ત રીતે ઉકેલાશે. રાજ્ય જિલ્લા અને શહેરના દરેક સ્તરે સ્થાનિક જ્વેલર્સને સામેલ કરીને અમે ન્યાયસંગતતા, જવાબદારી અને મજબૂત સહાય પ્રણાલી સુનિશ્ચિત કરી શકીશું. અમને વિશ્વાસ છે કે આ મોડલ અન્ય રાજ્યો માટે પણ એક બેન્ચમાર્ક સાબિત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial