Sensex

વિગતવાર સમાચાર

ખંભાળીયા શહેરની સમસ્યાઓ અંગેનો ઉકેલ લાવવામાં ચીફ ઓફિસર નિષ્ફળ !

'એ' ગ્રેડના અનુભવી અને દીર્ઘદૃષ્ટિવાળા કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવા ઉઠતી માંગ

                                                                                                                                                                                                      

ખંભાળીયાઃ તા. ૫: ખંભાળીયા શહેરમાં વિકાસ કાર્યો માટે તેમજ સમસ્યાઓના ઉકેલ માટે ખંંભાળીયા નગરપાલિકાના ચીફ ઓફિસર નિષ્ફળ રહ્યા હોવાની ટીકા-ચર્ચા થઈ રહી છે.

ખંભાળીયા એક મોટું ગામડું હોય તેવી ખરાબ સ્થિતિ છે. દરરોજ છલકાતી ગટરો, કચરાના ઢગલા, ખાડાવાળા માર્ગો સહિતની સમસ્યા યથાવત જ છે.

શહેરમાં રોજ હજારો લોકો બહારગામથી જિલ્લાના મુખ્ય કચેરીઓ હોય, અહીં આવતા હોય છે, ત્યારે એક મોટા ગામડા જેવી સ્થિતિમાં રોજ ગટરો છલકાતી, કચરાના ઢગલા, ખાડાવાળા રસ્તા જેવી સ્થિતિવાળું ખંભાળીયા શહેર સી ગ્રેડમાંથી એ ગ્રેડનું બની ગયા પછી પણ એ ગ્રેડને બદલે સી ગ્રેડના ચીફ ઓફિસર રાહુલ કરમુર મુકાતા સમસ્યાઓ રોજ ઊભી રહે છે. અને સ્થિતિ ઠેરની ઠેર જ રહે છે.

દિવસો સુધી ભયાનક આગ કચરાના ડમ્પીંગ યાર્ડમાં લાગી ત્યારે ચીફ ઓફિસર દ્વારા હવે આવું નહીં થાય, તેમ કહેવાયા પછી ત્રણ વખત આગ લાગી !! કેવું મેનેજમેન્ટ !! જિલ્લાના ભાજપ મહામંત્રીની ફરિયાદ પછી પણ આ સ્થિતિ !!

ચાર દિવસ પહેલા શહેર ભાજપ પ્રમુખ પાસે ફરિયાદ ગયેલી કે રેલવે સ્ટેશન જેવા શહેરના પ્રવેશતા રસ્તા પર રોજ ગટરો છલકાય છે. મેઈન રોડ પર ગટરના ગંદા પાણી નીકળતા લોકો હેરાન થાય છે. આ ફરિયાદનો તુરત નિકાલ આવશે તેમ કહી નિકાલનું જાણે થીગડું માર્યું હોય તેમ ગઈકાલે ફરી રેલવે સ્ટેશન રોડ પર ગટરના પાણી વહેતા થતાં ભાજપ શહેર પ્રમુખે ફરીથી ફરિયાદ કરતા 'થઈ જશે' નો રેકર્ડ ટાઈપ જવાબ ચીફ ઓફિસરે આપેલો.

ખંભાળીયા નગરપાલિકા એ ગ્રેડની બની છે તથા અનેક નવા વિસ્તારો નજીકની ગ્રામ પંચાયતોના ભળ્યા છે અને તેમની સુવિધાનું આયોજન કરવાનું છે ત્યારે આ સી ગ્રેડની ન.પા. ના ચીફ ઓફિસર એ ગ્રેડની ન.પા. માં 'ફીટ' થાય તેવું લાગતું નથી. અનુભવી એ ગ્રેડના ચીફ ઓફિસર મુકવા લોકોમાં માંગણી ઉઠવા પામી છે.

હાલ ૮૦ કરોડ જેટલા રકમના વિકાસ કાર્યોના કામો પડતર છે ત્યારે તેવું જડપતી ફોલોઅપ લઈને એ ગ્રેડના નામ પ્રમાણે ખંભાળીયાને વિકાસના ફળ ચાખવા મળે તેના બદલે ગામડા જેવી સ્થિતિ ભારે ટીકાપાત્ર બની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial