Sensex

વિગતવાર સમાચાર

પાનની દુકાને માવો લેવા ગયેલા યુવાન પર ત્રણ શખ્સનો પાઈપ-ઢીકાપાટુથી હલ્લો

બોલાચાલી કરવાની ના પાડતા હુમલો કરી માર મરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના પી.એન. માર્ગ પર આવેલી પાનની એક દુકાને ગઈકાલે બપોરે ગાંધીનગરના યુવાન પર ત્રણ શખ્સે પાઈપ તથા ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાે હતો. પોલીસે ત્રણેય હુમલાખોરો સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા દિવ્યરાજસિંહ સમરસિંહ ચાવડા નામના યુવાન ગઈકાલે બપોરે પંડિત નહેરૂ માર્ગ પર આવેલી પાનની એક દુકાને માવો લેવા માટે ગયા હતા ત્યારે દીપક દિપીલભાઈ નામના શખ્સે માથાકૂટ શરૂ કરી હતી. ત્યારપછી દીપકે બે અજાણ્યા શખ્સને બોલાવી લીધા હતા.

ત્રણેય શખ્સે દિવ્યરાજસિંહ સાથે ઝઘડો કર્યા પછી ગાળો ભાંડી હતી અને દીપકે હુમલો કર્યાે હતો. જ્યારે એક અજાણ્યા શખ્સે પાઈપથી હુમલો કરી દિવ્યરાજસિંહને હાથ તથા માથાના પાછળના ભાગમાં પાઈપનો ફટકો માર્યાે હતો અને ત્રીજા શખ્સે ઢીકાપાટુથી માર મારી ઈજા પહોંચાડી હતી. સિટી બી ડિવિઝનમાં દિવ્યરાજસિંહે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial