Sensex

વિગતવાર સમાચાર

કાલાવડના મોટા ભાડુકીયામાં નિદ્રાધીન પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ

શ્વાસ લેવામાં તકલીફ થયા પછી વૃદ્ધનું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: કાલાવડના મોટા ભાડુકીયામાં બુધવારની રાત્રે નિદ્રાધીન થયેલા એક પ્રૌઢને ઉંઘમાં જ હૃદયરોગનો હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે પડાણામાં સપ્તાહ પૂર્વે નિદ્રાની હાલતમાં એક વૃદ્ધને શ્વાસમાં તકલીફ થયા પછી તેઓ બેભાન બન્યા હતા. આ વૃદ્ધનું પણ મૃત્યુ થયાનું પોલીસમાં જાહેર થયું છે.

કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામમાં વસવાટ કરતા નીખિલભાઈ દલપતભાઈ જોષી નામના અઠ્ઠાવન વર્ષના પ્રૌઢ બુધવારે રાત્રે પોતાના ઘરે સાડા દસેક વાગ્યે સૂવા માટે ગયા પછી ગુરૂવારે સવારે ઉઠ્યા ન હતા. તેઓને પત્ની દીપાલીબેન ઉઠાડવા જતા નીખિલભાઈ બેશુદ્ધ જેવી હાલતમાં જોવા મળ્યા હતા.

આ પ્રૌઢને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેમના પુત્ર મીહીરભાઈ જોષીએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રૌઢનું હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ નિપજ્યાનું માનવામાં આવી રહ્યું છે.

લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા અનિરૂદ્ધસિંહ કેશરીસિંહ જાડેજા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગઈ તા.ર૬ની રાત્રે પોતાના ઘરમાં નિદ્રાધીન થયા પછી ઉંઘની હાલતમાં તેઓને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓ બેભાન બની ગયા હતા. પુત્ર જયદીપસિંહ સહિતના પરિવારજનોએ આ વૃદ્ધને સારવાર માટે ખસેડતા તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મેઘપર પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે. જયદીપસિંહ જાડેજાનંુ નિવેદન નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial