Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

સેવા અને સર્વિસ વચ્ચેનો મૂળભૂત તફાવત સમજીએ... દિલ અને દિમાગનું સમતુલન જાળવીએ...

કર્મચારીઓને 'કર્મયોગી' કેમ ગણાવાયા? કોર્પોરેટરને 'નાગરિક' કેમ ગણાવાય છે?

                                                                                                                                                                                                      

તાજેતરમાં આઠમા પગારપંચને સંબંધિત સમાચારો આવ્યા અને સરકારી કર્મચારીઓના વર્તુળોમાં આનંદ ફેલાયો. ગુજરાતમાં દોઢ-બે દાયકાથી કર્મયોગી અભિયાનો ચાલી રહ્યા છે અને સરકારી કર્મચારીઓને 'કર્મયોગી' માનવામાં આવી રહ્યા છે. રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને સરકારી કર્મચારી ગણવામાં આવે છે, જેને કર્મયોગીઓનું 'બીરૂદ' અપાયું હતું. તેવી જ રીતે રાજ્ય હસ્તકના બોર્ડ-નિગમો-કોર્પોરેશનો તથા રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓને પણ આ જ પ્રકારનું સન્માનતાનું ઉદ્બોધન થાય, તે પણ અપેક્ષિત જ ગણાયું હતું.

નોકરી કરતા વર્ગને 'નોકરિયાત' કહેવામાં આવે છે, અને અંગ્રેજીમાં તેને 'સર્વિસ' કહેવામાં આવે છે. ગુજરાતી ભાષાંતર થતા 'સર્વિસ'નો અર્થ 'સેવા' થાય, તેથી 'રાજ્ય સરકારમાં સેવા આપતા કર્મચારીઓ', કેન્દ્ર સરકારમાં સેવા આપતા કર્મચારીઓ અને 'બોર્ડ નિગમો વગેરેમાં સેવા આપતા કર્મચારીઓ' વગેરે શબ્દ પ્રયોગો નિયમો-કાયદાના ઠરાવો, પ્રસ્તાવો અને કાનૂની કિતાબોમાં પણ થાય છે. અંગ્રેજી ભાષામાં 'ગવર્નમેન્ટ સર્વિસ'નો ગુજરાતી તરજુમો 'સરકારની સેવા' એવો થાય છે. આમ, સરકારી નોકરિયાતોને 'ગવર્નમેન્ટ સર્વન્ટ'  તથા ખાનગી પેઢીઓ, કંપનીઓ કે સંસ્થાઓમાં નોકરી કરતા લોકોને 'પ્રાઈવેટ' ગણવામાં આવ્યા છે. ખાનગી પેઢીઓ તથા કંપનીઓમાં કર્મચારીઓને સર્વન્ટ અથવા જે-તે હોદ્દાને અનુરૂપ અલગ-અલગ સંબોધનથી પણ ઓળખવામાં આવે છે.

ગુજરાતમાં 'સેવા'નો અર્થ વિશાળ છે. અંગ્રેજીમાં 'સર્વિસમેન' સવેતન હોય છે, અને તેના સંદર્ભે સરકારી કે ખાનગી સેવાઓમાં કામ કરતા લોકોને પણ કર્મચારીઓ, સ્ટાફ કે અન્ય નિર્ધારિત કેડર મુજબ સંબોધવામાં આવે છે, જ્યારે સુદ્ધ ગુજરાતીમાં 'સેવા' એટલે નિઃશુલ્ક અને સહાયભૂત થવાની લાગણીશીલ ભાવના સાથે કામ કરવું, અને સમર્પિત ભાવનાથી નિઃસ્વાર્થે મદદ-કે કાર્ય કરવું એવો અર્થ કરી શકાય.

'સેવા' દિલથી, 'સર્વિસ' દિમાગથી

બીજા શબ્દોમાં કહીએ તો 'સેવા' દિલથી થાય છે, જ્યારે 'સર્વિસ' દિમાગથી થાય છે. સેવાના શુદ્ધ ગુજરાતી અર્થઘટન મુજબ આ સૂત્ર અવગણીને કોઈપણ વ્યક્તિ, સમૂહ કે સંસ્થાની સેવામાં જોડાતા લોકોને નોકરિયાત નહીં, પરંતુ સેવાભાવી વ્યક્તિ કે સ્વયંસેવક કહેવામાં આવે છે, જ્યારે આ પ્રકારની સેવા આપતા સમૂહોને 'યુનિયન' કે 'કર્મચારી મહામંડળ' નહીં, પરંતુ 'સેવાભાવી સંસ્થા' કે 'સેવાભાવી સંગઠન' કહેવામાં આવે છે.

એવું પણ કહી શકાય કે 'સેવા' દિલથી થાય છે, જ્યારે 'સર્વિસ' દિમાગથી થાય છે. બન્ને તરફ કેટલાક અપવાદો પણ હોય જ છે. સરકારી કે ખાનગી સેવામાં કાર્યરત પગારદાર નોકરિયાત અથવા સર્વિસમેન જ્યારે આઉટ ઓફ બોક્સ જઈને પગાર કે વળતરને ધ્યાને રાખ્યા વિના જ્યારે રાત-દિવસ કામ કરે, પોતાની ફરજો દરમિયાન સૌજન્યતા, માનવતા અને પ્રામાણિક્તા દાખવે અને કામને વળતર સાથે જોડ્યા વિના દિલથી કામ કરે ત્યારે તેની અલગથી નોંધ પણ લેવાતી હોય છે અને તે વ્યક્તિ કે સમૂહની સર્વિસમેનની સાથે સાથે સેવાભાવી સ્વયંસેવક કે સંગઠન જેવી છબિ પણ ઉપસતી હોય છે.

દામથી થાય તે નોકરી

દિલથી થાય તે સેવા

માત્ર 'દામ' કે પગાર સાથે સાંકળીને જે કામ થાય તેને નોકરી કહેવામાં આવે છે, અને નિઃશુલ્ક અને નિઃસ્વાર્થે કામ થાય તેને સેવા કહેવામાં આવે છે. જુના જમાનામાં 'સેવા-ચાકરી' અને 'નોકર-ચાકરો' એવા શબ્દપ્રયોગો થતા, જે આજે પણ ઘણાં સ્થળે વપરાય છે. અત્યારે હેલ્પર, કેર-પેકર કે શ્રમિક કહેવામાં આવે છે, તેને ભૂતકાળમાં સેવક અને ચાકર વગેરે કહેવામાં આવતા હતાં. અંગ્રેજી ભાષામાં પણ 'પબ્લિક સર્વન્ટ' જેવો વિધિવત્ શબ્દપ્રયોગ થાય છે, જેને ગુજરાતીમાં 'જાહેર સેવક' કહેવામાં આવે છે. તેવી જ રીતે કોર્પોરેટરને 'નગરસેવક' કહેવામાં આવે છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાને 'પ્રધાનમંત્રી'ના બદલે 'પ્રધાનસેવક' ગણાવતા થયા, તે પછી મંત્રીઓ પણ પોતાને 'સેવક' ગણાવતા થયા છે, જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાને 'જનસેવકો' ગણાવે છે.

સવેતન સેવા અને નિઃસ્વાર્થ સેવા વચ્ચે તફાવત એ છે કે સવેતન સેવામાં પણ ફરજનિષ્ઠા અને પ્રામાણિક્તા અપેક્ષિત છે, પરંતુ તે એક પ્રકારની રોજગારી છે, જ્યારે નિઃસ્વાર્થ સેવામાં નિષ્ઠા-પ્રામાણિક્તા અને સમર્પણ ભાવ જ હોય છે, અને સેવાના બદલામાં વળતરની કોઈ આશા હોતી નથી.

સહૃદયતાથી સેવા

અને નિષ્ઠાથી ફરજ

સેવા ભલે દિમાગથી કરવામાં આવે છે. દામ એટલે કે વળતર લઈને સર્વિસ કરવામાં આવે, તો પણ તેમાં સહૃદયતા અને સમર્પણ ભાવ તો હોવો જ જોઈએ. તેવી જ રીતે દામ લઈને ફરજ બજાવીએ, સંબંધોના નાતે ફરજ બજાવીએ કે સેવા કરીએ, નિઃસ્વાર્થ અને નિઃશુલ્ક સેવા કરીએ કે ફરજો નિભાવીએ, તેમાં ભરપૂર નિષ્ઠા હોવી જોઈએ. એટલું જ નહીં, શુદ્ધ પ્રામાણિક્તા પણ હોવી જોઈએ, અન્યથા સેવાને ડ્રામેબાજી ગણાવાશે અને ફરજમાં વેઠ કરવાનું મન થશે. સેવા, નોકરી, ફરજ અને સમર્પણભાવથી કર્તવ્યની ભાવના જેવા શબ્દો ઘણી જ જવાબદારી સાથે જ વાપરવા જોઈએ.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial