Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ભારત સહિત વિશ્વના પાંચ શક્તિશાળી દેશોનું સંગઠન 'સી-ફાઈલ ફોરમ' રચાશે?

અમેરિકાના 'નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજી'ના ડ્રાફ્ટમાં કરાયું સૂચન

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૩: પહેલી દૃષ્ટિએ 'કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના' જેવું લાગે, પરંતુ અમેરિકાના નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજીના ડ્રાફ્ટમાં (પ્રસ્તાવ) મૂકાયેલા એક મુદ્દાએ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે અને હવે પરસ્પર કટ્ટર વિરોધી દેશો સાથે મળીને દુનિયા આખીને કંટ્રોલ કરી શકે તેવી આ સંભાવના અંગે વૈશ્વિક ચર્ચા છેડાઈ ગઈ છે.

મીડિયા અહેવાલો મુજબ આ પ્રસ્તાવ જી-સેવન ફોરમનો સમાંતર અથવા તેના વિકલ્પે 'સી-ફાઈવ' ફોરમ રચવાનો છે, જેમાં 'ડિફેન્સ વન' અને 'પોલિટિકો' દ્વારા ઉજાગર કરાયેલા કોન્સેપ્ટનો ચિતાર અપાયો છે.

અહેવાલો મુજબ અમેરિકા હવે જી-સેવનના વિકલ્પ અથવા તેને સમાંતર એક એવું વૈશ્વિક ફોરમ રચવા માગે છે, જે મૂલ્યો આધારિત નહીં, પરંતુ જનસંખ્યા, સૈન્છશક્તિ અને 'પ્રભાવ ક્ષમતા' આધારીત હશે.

આ પ્રસતાવ મુજબ દસ કરોડથી વધુ વસ્તી, શૈન્ય તાકાત, પ્રભાવ ક્ષમતા, વૈશ્વિક ઈકોનોમી તથા ભૂ-રાજનીતિમાં અગ્રેસર અમેરિકા, રશિયા, ચીન, ભારત અને જાપાનને સમાવીને એક સી-ફાઈવ ફોરમની રચના થાય, જેને એજન્ડા સાથે મળીને ઘડવામાં આવે. આ ફોરમની પ્રથમ, બેઠકમાં મિડલ ઈસ્ટની સુરક્ષા, ઈઝરાયેલ સાથે સાઉદી અરેબિયાના સંબંધો સુધારવા ઉપરાંત વિશ્વ શાંતિ માટે સહયોગ જેવા મુદ્દાઓ હશે. અમેરિકા હવે યુરોપ ઉપરાંત એશિયાના આ શક્તિશાળી દેશો સાથે પણ તાલમેલ રાખવાની ડિપ્લોમેસી અપનાવવા માગે છે, જેમાં અમેરિકાની પ્રાથમિક્તાઓ તથા સદીઓ જુની વૈશ્વિક નીતિ ધરમૂળથી બદલાઈ જશે, જો કે આ અમેરિકી ઓફિશ્યલ પ્લાનનો વિકલ્પ નહીં હોવાની ચોખવટ પણ કરાઈ છે.

ટ્રમ્પે ટેરિફનો દાવ ખેલ્યા પછી ચીન, ભારત અને રશિયાએ મચક તો ન આપી, પરંતુ પરંપરાગત વિરોધી એવા ચીન અને ભારત નજીક આવ્યા, એટલું જ નહીં, વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારત, ચીન અને રશિયાની ધરી રચાઈ રહેલી જોઈને ટ્રમ્પ-મોદીની છેલ્લી ટેલિફોનિક વાતચીત સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. જોઈએ હવે શું થાય છે તે..., આ પ્રસ્તાવે આખી દુનિયામાં હલચલ જરૂર મચાવી દીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial