Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગરના ખીજડા મંદિરમાં કરોડોના ખર્ચે બનશે નવું ભવ્ય મંદિરઃ પૂ. કૃષ્ણમણિજી મહારાજ

ભવ્યતા કરેગી શ્રદ્ધા કો 'પ્રણામ', 'છોટીકાશી' મેં બનેગા ઐસા ધામઃ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગર હરિ અને હર બંનેનું ધામ છે. અહીં  કૃષ્ણ ભક્તિની પણ સદીયો જૂની પરંપરાઓ છે.શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની આચાર્ય પીઠ ૫ નવતનપુરીધામ એટલેકે ખીજડા મંદિર પણ અહી આવેલ છે જે દેશ વિદેશમાં વસતા લાખો પ્રણામી અનુયાયીઓની આસ્થાનું કેન્દ્ર છે. લગભગ ૪૦૦ વર્ષ પ્રાચીન આ સંપ્રદાયનું મુખ્ય ધર્મસ્થાન ખીજડામંદિર હવે નવી ભવ્યતા પામવા જઇ રહૃાું છે.સંપ્રદાયનાં વર્તમાન આચાર્ય અને મંદિરનાં મહંત પૂ. શ્રી કૃષ્ણમણિજી મહારાજનાં સંકલ્પથી મંદિર પટાંગણમાં નાગર શૈલીનું નવું મંદિર નિર્માણ થવા જઇ રહૃાુ છે. 'નોબત' પરિવારનાં ચેતનભાઇ માધવાણી તથા પત્રકાર આદિત્યએ મહંતશ્રીની મુલાકાત લઇ સમગ્ર નિર્માણ કાર્ય વિશે મહંતશ્રી સાથે વાર્તાલાપ કર્યો હતો. આ તકે પ્રણામી ગ્લોબલ સ્કૂલનાં શૈક્ષણિક સંકુલનાં ટ્રસ્ટી ડો. જોગીન જોશી પણ ઉપસ્થિત રહૃાા હતાં. મહંતશ્રી દ્વારા નિર્માણાધીન મંદિરની વિશેષતાઓ સહિત વિગતવાર માહિતી વર્ણવવામાં આવી હતી.

નાગર શૈલીમાં વિરાટ વર્તુળાકાર મંદિરનું ભવ્ય નિર્માણ થવા જઇ રહૃાું છે. જેમાં રાજસ્થાન તથા અન્ય રાજ્યોમાંથી વિશેષ કોતરણીકામ વાળા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહૃાો છે. નિર્માણ સ્થળે પથ્થરો પર નકશીકામ કરવુ શક્ય ન હોય આયાત સ્થળે થી જ પત્થરો નક્શીકામથી સજ્જ કરી મંગાવવામાં આવી રહૃાા છે. મંદિરમાં દિવ્ય ગર્ભગૃહ ઉપરાંત દર્શનાર્થીઓ માટે ભવ્ય કક્ષ અને પ્રદક્ષિણા પથનું પણ નિર્માણ કરવામાં આવશે.

 આ પ્રકારનાં ભવ્ય મંદિર નિર્માણ માટે ખ્યાતનામ સોમપુરા આર્કિટેક્ટ પૈકીનાં જ એક નિર્માણકર્તાને મંદિર નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે. 

    નવતનપુરી ધામ જેને કારણે ખીજડા મંદિર તરીકે ઓળખાય છે એ ૪ સદી પ્રાચીન શમી વૃક્ષ અર્થાત ખીજડાનાં ઝાડ પણ મંદિરની અંદર જ સમાવી લેવામાં આવશે. સંપ્રદાયનાં સ્થાપક પૂ. દેવચંદજી મહારાજ આ જ વૃક્ષો નીચે ધ્યાન કરતા હોવાની માન્યતા છે માટે આ વૃક્ષોનું પવિત્ર વૃક્ષો તરીકે પૂજન કરવામાં આવે છે. વિરાટ ઉંચાઇ ધરાવતા આ પવિત્ર વૃક્ષોને મંદિરમાં સમાવી લેવા  છતમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.

આટલા ભવ્ય નિર્માણકાર્ય માટે વિરાટ ધનરાશિની પણ જરૂર પડે એ સ્વાભાવિક છે. ત્યારે સમગ્ર યોજનાનાં અંદાજીત ખર્ચ અંગે પૂછવામાં આવતા મહંતશ્રી જણાવે છે કે એનું કોઈ નિશ્વિત આંકલન નથી કરવામાં આવ્યું. ૪૦૦ વર્ષ પ્રાચીન ધર્મસ્થાનને નવા સ્થાપત્ય વડે નવી ભવ્યતા આપવાનાં સંકલ્પમાં કોઈ કચાશ ન રહે માટે તમામ શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહૃાા છે. દરેક સુંદરસાથ - ભક્તો યથાશક્તિ આ નિર્માણ કાર્યમાં યોગદાન આપી શકે છે.ઉપરાંત વિરાટ ખર્ચને પહોંચી વળવા માટે વિવિધ ૧૧ પ્રકારનાં દાતાઓની શ્રેણી પણ તૈયાર કરવામાં આવી છે જે દાતાઓનાં નામ તક્તીમાં સુવર્ણ અક્ષરે અંકિત કરવામાં આવશે.

રૂ. ૧૨ કરોડ કે તેથી વધુ દાન કરનાર દાતાને પ્રમુખ દાતા ગણવામાં આવશે. રૂ. ૫ કરોડ કે તેથી વધુ દાન કરનારને સહપ્રમુખ દાતા, રૂ. ૨.૫ કરોડ કે તેથી વધુ દાન કરનારને વિશિષ્ટ દાતા, રૂ. ૧.૨૫ કરોડ કે તેથી વધુ દાન કરનારને વિશેષ દાતા, રૂ. ૧ કરોડ કે તેથી વધુ દાન કરનારને પ્રેરક દાતા, રૂ. ૫૧ લાખ કે તેથી વધુ દાન કરનારને સહદય દાતા, રૂ. ૨૫ લાખ કે તેથી વધુ દાન કરનારને સંવર્ધક દાતા, રૂ. ૧૧ લાખ કે તેથી વધુ દાન કરનારને માનિત દાતા, રૂ. ૫ લાખ કે તેથી વધુ દાન કરનારને સહાયક દાતા, રૂ. ૨.૫ લાખ કે તેથી વધુ દાન કરનારને સહસહાયક દાતા અને રૂ. ૧.૨૫ લાખ કે તેથી વધુ દાન કરનારને સદસ્ય દાતા ગણવામાં આવશે.

મંદિરનું નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે? એ અંગે મહંતશ્રીએ જણાવ્યું હતુ કે એ નિશ્ચિત નથી કારણકે  નકશીકામવાળા આયાતી પથ્થરો અને તેની ગોઠવણ તથા ઇમારત નિર્માણ થયા પછી પણ આધુનિક ભીંતચિત્રો રૂપે પૂ. દેવચંદજી મહારાજ તથા મહામતિ પ્રાણનાથજીની લીલાઓ અને સંપ્રદાયનાં ઉત્સવોની ઝાખી વગેરે પણ સાકાર થવાનું હોય એ બારીક કલાકારીનાં કાર્યમાં કેટલો સમય લાગે એ નક્કી ન કરી શકાય. હાલ તો શક્ય એટલી ઝડપથી શ્રેષ્ઠ નિર્માણ કાર્ય થાય એ દિશામાં પ્રયાસો કરવામાં આવી રહૃાા છે. નિર્માણ કાર્ય સંલગ્ન લાઇટીંગ - સીસીટીવી સહિતની સુરક્ષા વ્યવસ્થાઓ વગેરે માટે પણ વિવિધ નિષ્ણાતોની સેવા લેવામાં આવી રહી છે.  મંદિર નિર્માણ થઇ જાય એ પછી પંચાગ આધારીત શુભ મુહૂર્ત તથા સંપ્રદાયનાં ઉત્સવો વગેરેની તિથિઓ તપાસી નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમાન ધર્મોત્સવનું આયોજન કરવામાં આવશે. હાલ એ રીતે નિર્માણ કાર્ય કરવાનું લક્ષ્ય છે કે ખુદ ભવ્યતા શ્રદ્ધાને કરે 'પ્રણામ'...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial