Sensex

વિગતવાર સમાચાર

ફળના વે૫ારીનો પુરવણી બીલ રદ્દ કરવાનો દાવો અદાલત દ્વારા નામંજૂર

સોળ વર્ષ પહેલાં આપવામાં આવ્યું હતું પુરવણી બીલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના એક આસામીને ૧૬ વર્ષ પહેલાં આપવામાં આવેલા રૂ।. સવા લાખ જેટલા પુરવણી બીલને રદ્દ કરાવવા અદાલતમાં કરવામાં આવેલો દાવો નામંજૂર રાખ્યો છે.

જામનગરના ફળના વેપારી હુસેન ઉમરભાઈ અબાને પીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલા પુરવણી બીલને રદ્દ કરાવવા માટે હુસેનભાઈએ અદાલતનો આશરો લીધો હતો. આ વેપારીના રહેણાંકમાં વર્ષ ૨૦૦૯ના ઓકટોબર મહિનામાં ચેકીંગ કરાયું હતું અને તેઓને રૂ।.૧,૨૪,૫૦૦નું બીલ આપવામાં આવ્યું હતું. ઉપરોક્ત દાવા અન્વયે બંને પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે વેપારી હુસેનભાઈ અબાનો દાવો નામંજૂર કર્યાે છે. વીજ કંપની તરફથી વકીલ અશોક નંદા, પૂનમ પરમાર રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial