
બેંક દ્વારા ફરજમુક્ત કરવામાં આવ્યા હતાઃ
જામનગર તા. ૯: જામનગર જિલ્લા સહકારી બેંકની જામજોધપુર શાખાના કેશિયરને નોકરી પરથી છૂટા કરવા અંગેના હુકમને આ કર્મચારીએ મજૂર અદાલતમાં પડકાર્યાે હતો. અદાલતે નોકરી પર પુનઃ સ્થાપિત થવાના આ કેસને રદ્દ કર્યાે છે.
જામનગર જિલ્લા સહકારી બેંકની જામજોધપુર શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવતા કર્મચારી નિરજ મગનલાલ પટેલ સામે તેઓને બેંક દ્વારા આપવામાં આવેલા આઈડી તથા પાસવર્ડનો ઉપયોગ કરી બેંકના થાપણદારોની ફીક્સ ડિપોઝિટની રકમ બેંકમાં જમા ન કરાવી, બીજા ખાતામાં ટ્રાન્સફર કરી રૂ।.સાડા ત્રણેક કરોડની ઉચાપતનો પોલીસમાં કેસ કરવામાં આવ્યો હતો.
તે રકમની વસૂલાત માટે દાવા પણ કરાયા હતા. આ કર્મચારીની ગેરરીતિ અંગે બેંકે નિયમ મુજબ ચાર્જશીટ આપી ખાતાકીય તપાસ કરી હતી. જેમાં આ કર્મચારી કસુરવાર જણાઈ આવતા બેંકમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. તે હુકમને નિરજ પટેલે મજૂર અદાલત સમક્ષ પડકાર્યાે હતો. તે અંગે બંને પક્ષે રજૂ કરેલી દલીલો સાંભળ્યા પછી મજૂર અદાલતે આ કર્મચારીનો નોકરીમાં પુનઃ સ્થાપિતનો કેસ રદ્દ કર્યાે છે. બેંક તરફથી વકીલ હમીદ દેદા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial