Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ધરારનગર-૧માં જાહેર માર્ગ પર ભૂગર્ભ ગટર છલકાતા રાહદારીઓ ત્રાહિમામ

જામનગરના વોર્ડ નંબર ૧ ની સમસ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના વોર્ડ નંબર-૧ ના ધરારનગર-૧ માં ભૂગર્ભ ગટરો છલકાઈ રહી છે, પરંતુ જામ્યુકોના અધિકારીઓ ધ્યાન આપતા નથી. બીજી તરફ ભૂગર્ભ ગટરની સફાઈ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

શહેરના ધરારનગર-૧ માં આજે પણ ભૂગર્ભ ગટર ઉભરાઈ જતા તેના ગંદા પાણી જાહેર રોડ ઉપર ફરી વળ્યા હતાં. પરિણામે આ માર્ગથી રાહદારીઓને પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે.

આ બાબતે એસ.આઈ., એસએસઆઈ અને ભૂગર્ભ ગટર શાખામાં સંબંધિત અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી.

બીજી તરફ સમગ્ર વોર્ડમાં ચોતરફ ગંદકી જોવા મળે છે, અને પરિણામે રોગચાળો પણ વધ્યો છે. તેવી રજૂઆત સામાજિક કાર્યકર અનવર સંઘારે કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial